<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ટ્રાન્સપોર્ટરોનો ટોલટેક્ષ સામે વિરોધ, 500 કરોડમાં બનેલા રોડ પર 3000 કરોડનો ટોલટેક્ષ ઉઘરાવ્યો

મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન બેઠક યોજાઈ

મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન બેઠક યોજાઈ છે. ટોલ ટેક્ષ અનેકગણો ઉઘરાવી લેવામાં આવ્યો હોવાથી વિરોધમાં બેઠક યોજાઈ છે. 500 કરોડમાં બનેલા ટોલ રોડ ઉપર 3000 કરોડથી વધુ ટોલ ટેક્ષ ઉઘરાવી લીધો હોવાનુ એસોસિએશને જણાવ્યું હતું. 

 ટોલ ટેક્ષથી ત્રસ્ત ટ્રાન્સપોર્ટ માલિકોની બેઠક યોજાઈ હતી. ટોલ રોડની કિંમત કરતા અનેક ગણો ટોલ ટેક્ષ ઉઘરાવી લીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હજુ પણ ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવતો હોવાના કારણે વિરોધ કરશે. ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે.

(4:36 PM IST)