News of Sunday, 15th December 2024
ઊંઝા એપીએમસી ચૂંટણી લડવા ઈચ્છતા સામે શિસ્તભંગની કાર્યવાહી : ઊંઝા શહેર ભાજપ મહામંત્રી પાર્ટીમાંથી સસ્પેન્ડ
ચૂંટણીમાં મેન્ડેડનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ દિપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરાયા

મહેસાણા જિલ્લાની મહત્વની એપીએમસી એવી ઊંઝા એપીએમસીના ડિરેકટર તરીકેની ચૂંટણી લડવા ઈચ્છતા, ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેડનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ દિપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરાયા છે. મહેસાણા જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે, ઊંઝા શહેર ભાજપ મહામંત્રી દિપકભાઈ જયંતીલાલ પટેલને કર્યા સસ્પેન્ડ કર્યાં છે. દિપકભાઈ જયંતીલાલ પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
