News of Sunday, 15th December 2024
નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ સહકાર વિભાગ દ્વારા ઉચ્ચકક્ષા ની તપાસ શરૂ થતા ખળભળાટ
ગુજરાત કો. ઓ. હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ગેરકાદેસર નિયા વિરુદ્ધ સભાસદ થઇ ડિરેક્ટર બની બેઠા હોવાના વિરોધપક્ષ ના નેતા અમિત ચાવડાએ પ્રશ્ન ઉઠાવતા સહકારી તંત્રમાં ઉથલપાથલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને સહકારી આગેવાન નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર ગુજરાત સ્ટેટ કો. ઓ. હાઉસિંગ ફાયનાન્સ કોર્પરેશનના ડિરેક્ટર બની બેઠા હોય અને આ વાત બહાર આવતા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડા એ આ પ્રશ્ને તપાસની માંગણી કરતા ગાંધીનગરથી સંયુક્ત રજિસ્ટ્રાર જાતે આવી તપાસ શરુ કરતા સહકારી ક્ષેત્ર માં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ જેઓ નર્મદા સુગર અને દુધધારા ડેરી ના ચેરમેન પણ છે તેવા અગ્રણી સહકારી આગેવાન ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલે નીતિ નિયમ બાજુએ મૂકી સત્તાલાલસા ને વશ થઇ ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન ના ડિરેક્ટર બની બેઠા પરંતુ આ સમગ્ર કારસો વિરોધપક્ષ ના નેતા અમિત ચાવડા ના ધ્યાને આવતા તેમની રજુઆત ને પગલે ગાંધીનગર થી સંયુક્ત રજિસ્ટ્રારે અહીં આવી તપાસ શરુ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે
જેમાં રાજપીપલા નજીક ભદામ ગામની કો. ઓ. હાઉસિંગ સોસાયટી ના નામે ખોટા પુરાવા કે ઠરાવ કરી ભદામ હાઉસિંગ મંડળી ના પ્રતિનિધિ તરીકે ફાયનાન્સ કોર્પો.ના ડિરેક્ટર બની બેઠા છે, જયારે હકીકત માં ઘનશ્યામ પટેલ ભદામ હાઉસિંગ મંડળીના સભ્ય નથી કે તેઓ ભદામ ગામના વતની નથી કે ત્યાં તેમની કોઈ મિલ્કત નથી તપાસ અધિકારીના તપાસના મુદ્દા પણ એજ છે ત્યારે ઘનશ્યામ પટેલ ની આ રાજરમત ની ખબર પણ મંડળી ના સંચાલકો ને તપાસ શરુ થઇ ત્યારે થઇ . ભદામ હાઉસિંગ મંડળી ના ઘણા સંચાલકો પણ બિન હયાત છે ત્યારે પોતાની સામેની આ તપાસ માં ભીનું સંકેલાય તે માટે ઘનશ્યામ પટેલે પ્રયાસો હાથ ધર્યા છે. જે અંગે નો એક ઓડિયો પણ સોશ્યલ મીડિયા માં ખુબ વાયરલ થઇ રહ્યો છે ( જોકે અમે આ ઓડિયો ની પુષ્ટિ નથી કરતા ) પણ મંડળી સંચાલકો માં ભારે આક્રોશ છે જેમાં ચર્ચા મુજબ ઘનશ્યામ પટેલ વિવિધ સહકારી સંસ્થાઓ માટે અલગ અલગ સરનામાં દર્શાવે છે ક્યાંક રાજપરા, તો કોઈ મંડળી માટે ધારીખેડા., તો ક્યાંક ઝાડેશ્વર નું સરનામું દર્શાવતા હોવાનું કહેવાય છે ત્યારે ભદામ હાઉસિંગ મંડળી ની તપાસ માં તટસ્થ તપાસ થશે કે રાજકીય દબાણ ને વશ થઈ ભીનું સંકેલાશે તે અંગે લોકો માં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે
ભૂલ થઇ ગઈ છે એને સુધારવાની છે : ઘનશ્યામ પટેલ
ગુજરાત કો. ઓપ. હાઉસીંગ ફાયનાન્સ કોર્પો. ની તપાસ શરુ થતા ઘનશ્યામ પટેલે તપાસ માં વિલંબ થાય તેવા પ્રયાસો શરુ કર્યા છે અને તેમાં ભદામ ગામના મંડળી સાથે સંકળાયેલા એક વ્યક્તિ ને ઘનશ્યામ પટેલ સમજાવતા હોય તેવો કથિત ઓડિયો સોસીયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યો છે આ ઓડિયો કલીપ માં ઘનશ્યામ પટેલ સ્પષ્ટ કહેતા સંભળાય છે કે " મારી ભૂલ થઇ ગઈ છે પણ હવે આપણે તે ભૂલ સુધારવાની છે . તમે એમ કહેજો કે હિસાબી ચોપડા મારા સુરેશભાઈ પાસે છે અને તે વિદેશ ગયા છે આવે ત્યારે મળશે એમ કહી ઘનશ્યામ પટેલ સલાહ આપે છે કે તમે ચાર છ મહિના ખેંચી કાઢો ચોપડા આપશો નહિ દરમ્યાન હું કોર્ટ માં જઈ ને બધું પૂરું કરી નાખીશ. આ ઓડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે નર્મદા સુગર ની ચૂંટણી નો મામલો પણ પાંચેક વષઁ થી કાયદા ની કોર્ટ માં અટવાયો છે, જોકે આ ઓડિયો માં ઘનશ્યામ પટેલ પોતે ડિસ્ક્વોલિફાય થશે કદાચ એમ જણાવી હવે નર્મદા સુગર ની ચૂંટણી માં મારે ઉભા નથી રહેવું તેમ કહેતા પણ સંભળાય છે આ ઓડિયો કલીપ ખુબ વાયરલ થઇ રહી છે
2. ગમે તેટલી તપાસ આવે ઘનશ્યામભાઈ નો વાળ વાંકો નહિ થાય : ભાજપ કાર્યકરો માં થતી ચર્ચા
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે કોઈ પણ તપાસ થાય તેમને કાંઈ નહિ થાય કારણ કે પ્રદેશ સંગઠનના નેતાઓના ચાર હાથ છે, તેવી કેટલાક ભાજપ કાર્યકરો માં ચર્ચા ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય આદિજાતિ આયોગ નો તપાસ અહેવાલ હોય કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના સમય થી ચાલતી બોગસ દૂધ મંડળીઓ ની તપાસ હોય હજુ કોઈ પરિણામ આવ્યું નથી તો બીજીબાજુ મુખ્યમંત્રી ભ્રસ્ટાચાર મામલે ઝીરો ટોલરન્સ ની જાહેરાત કરે છે જે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન નો અભાવ દર્શાવે છે.
નર્મદા જિલ્લા કોંગ્રેસ ની નિષ્ક્રિયતા બહાર આવી
જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પો. નો મામલો કોંગ્રસ ના પ્રદેશ નેતા અમિત ચાવડા એ ઉઠાવ્યો ત્યાર બાદ તપાસ શરુ થઇ છતાં આ મામલે નર્મદા કોંગ્રેસ ના નેતાઓ નિષ્ક્રિય સાબિત થયા છે, જિલ્લા કક્ષા એ આ મામલે કોંગ્રેસ ના નેતાઓ એ આવેદનપત્ર શુધ્ધા આપવાની દરકાર નથી રાખી આમ કોંગ્રસ જિલ્લા સંગઠને વિરોધ ની આ તક ગુમાવી તેમ કહી શકાય.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
