તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Sunday, 15th December 2024
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી
તેમણે આક્ષેપ કર્યો કે “ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, દારૂ ન મળતા લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે

અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની માગણી કરી છે.. તેમણે આક્ષેપ કર્યો કે “ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, દારૂ ન મળતા લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે”.
બનાસકાંઠાના પાલનપુરમાં પોતાના પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટીના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુએ ગુજરાતમાંથી દારૂ બંધી દૂર કરીને, યોગ્ય નિયમો સાથે દારૂના વેચાણની છૂટ આપવાની વાત કરી હતી
તેમણે તો ત્યાં સુધી કહી નાખ્યું કે આદિવાસીઓને દારૂ ગાળવાની છૂટ મળવી જોઈએ અને દારૂની ભઠ્ઠીને સરકારે મંજૂરી આપવી જોઈએ. મહત્વનું છે કે તેઓ આ પહેલા પણ ગુજરાતમાં દારૂબંધી દૂર કરવાની તરફેણ કરતા રહ્યા છે
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
