News of Sunday, 15th December 2024
સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી:લિંબાયત વિસ્તારમાં જુગારધામ ઝડપાયું : 30 જુગારીઓ પકડાયા
દરોડા દરમિયાન એક આરોપીએ ટેરેસ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરતા ઇજા

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. દારૂ અને જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે તવાઈ બોલાવી છે. લિંબાયત વિસ્તારમાં જર્જરીત બિલ્ડીંગના ટેરેસ પર જુગારનો અડ્ડો ધમધમતો હતો. SMCએ દરોડા પાડીની 30થી વધુ જુગારીઓની ધરપકડ કરી છે. જુગાર અડ્ડાનો સંચાલક શનિ ફરરા થયો છે. સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
દરોડા સમયે સાયરન વાગતા આરોપીઓમાં ખળભળાટ ફેલાયો હતો અને દરોડા દરમિયાન એક આરોપીએ ટેરેસ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાના પ્રયાસમાં આરોપીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત આરોપીને ઝડપીને પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. દરોડા દરમિયાન પોલીસથી બચવા માટે આરોપીએ છલાંગ લગાવી હતી.
લિંબાયતની ગીલા ટાઉનશીપ બિલ્ડિંગમાં દરોડા દરમિયાન જુગારના અડ્ડા પર નશાના સામાનની રેલમછેલ જોવા મળી. દારૂની બોટલ, સિગારેટ, નશો કરવાના ઇન્જેક્શન સહિતનો સામાન મળ્યો હતો.વે
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
