<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

વડોદરામાં માતા-પુત્રીને ગેંગરેપની ધમકી આપનાર બિચ્છુ ગેંગના સભ્યોની ધરપકડ : 'સરઘસ' કાઢ્યું

બિચ્છુ ગેંગના કુખ્યાત તન્વીર હુસેન ઉર્ફે તન્નુ સબીર શબ્બીર મલેક, ઇલ્યાસ અજમેરી અને સમીર ખાન પઠાણને અટલાદરા પોલીસે ધરપકડ કરી:આ ત્રણેય આરોપીઓને દોરડાથી બાંધી રોડ ઉપર ફેરવ્યા

વડોદરા શહેરમાં થોડા દિવસ પૂર્વે એક મહિલાને રૂપિયાની માંગણી સંદર્ભે તેને અને તેની પુત્રીને રૂપિયા નહીં આપો તો ગેંગરેપ કરવાની બિચ્છુ ગેંગના સભ્યોએ ધમકી આપી હતી. આ મામલે મહિલાની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે ધમકી આપનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી તેઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

વડોદરા શહેરમાં થોડા દિવસ પૂર્વે એક મહિલાને તેને પોતે અને તેની દીકરીને સામુહિક બળાત્કાર કરવાની ધમકી બિચ્છુ ગેંગના સભ્યો દ્વારા આપવામાં આવી હતી. જેથી કરીને ગભરાયેલી મહિલા અટલાદરા પોલીસ મથકે પહોંચી હતી. જોકે આ પહેલા તેણે શહેર પોલીસ કમિશનરને પોતાની સાથે થયેલી આ ઘટના અંગે રજૂઆત કરી હતી.

જેના કારણે આટલા પોલીસે આ અંગે ત્વરિત ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં મહિલાને ધમકી આપનાર બિચ્છુ ગેંગના કુખ્યાત તન્વીર હુસેન ઉર્ફે તન્નુ સબીર શબ્બીર મલેક, ઇલ્યાસ અજમેરી અને સમીર ખાન પઠાણને અટલાદરા પોલીસે ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓને દોરડાથી બાંધી રોડ ઉપર ફેરવ્યા હતા.

આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ કે ગુર્જર પોતાના નિવેદનમાં જનતામાં ડર ઓછો થાય એટલે આ લુખ્ખાઓનો વરઘોડો કાઢ્યો છે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે પાડોશી યુવકને જેલમાંથી છોડાવવા માટે મહિલાના પતિએ મદદ કરી હતી. રૂપિયાની ચુકવણી થઈ ગયા પછી છતાં પણ બિચ્છુ ગેંગના સભ્યોએ વધુ રૂપિયાની માંગણી કરી હતી.

પરિસ્થિતિ નહીં હોવાથી રૂપિયા આપી શકતા ન હોય મહિલાએ ન્યાયની માંગ સાથે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરતા તેમના દ્વારા પૂરો સહયોગ આપવામાં આવ્યો હતો. જેમના થકી અટલાદરા પોલીસે તુરંત એક્શન લઈને ધમકી આપનાર બિચ્છુ ગેંગના સભ્યોને ઝડપી પાડી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

(1:08 PM IST)