<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ડેડીયાપાડા TDO જગદીશ સોનીના નવા અભિગમથી મનરેગામાં સૌથી વધુ રોજગારી નોંધાઈ

કુલ-૧૭૨૬૦ લોકોને આ અઠવાડીયામાં રોજગારી આપી ડેડીયાપાડા તાલુકોએ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તળાવના કામો, માટી કામ, પથ્થરપાડા, ચેકડેમ ડીસલ્ટીંગ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રોજગારી આપવાના કામો ચાલે છે. જેમાં લોકોને રોજગારી આપવા બાબતે કુલ-૧૭૨૬૦ લોકોને આ અઠવાડીયામાં રોજગારી આપીને ડેડીયાપાડા તાલુકો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના કારણે ડેડીયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.અને અન્ય જિલ્લામાં પણ આ દાખલો બેસાડી કામગીરી કરાવવા માં આવતી હોવાનું જાણવા મળ્યું છે.

 સમગ્ર ગુજરાતમાં જ્યારે કામગીરી અને રોજી રોટી લોકોને ઓછી મળી રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર માટે ટીડીઓ સોનીએ એક એક્શન પ્લાન તૈયાર કરીને લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાય અને મનરેગામા રોજગારી મેળવે તેવા પ્રયત્નો કરી ગામે ગામ સરપંચો તલાટીઓ અને લોકોને પણ મીટીંગો કરાવીને વધુમાં વધુ કામ મળે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. માટે આજે સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થઈ છે અને ગુજરાતમાં રેકોર્ડ બનાવી જિલ્લાનું નામ આગળ કર્યું છે.
આમ ડેડીયાપાડા તાલુકા પંચાયતમાંથી શીખ લઈને તમામ તાલુકાઓમાં લોકોને વધુને વધુને સરકારી યોજનાનો અને રોજગારીના લાભ મળે તેવા પ્રયત્નો થાય તો સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળતા લોકો તેમના બાળકોને પણ ઘર આંગણે ભણાવી શકે અને સમાજ સશક્ત બની શકે તેવા ઉંમદા પ્રયત્ન ડેડીયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ કર્યા હોવાથી આજે તેમની પ્રશંસા થઈ રહી છે.


 

(11:24 PM IST)