<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

સસ્‍તા અનાજની દુકાનો ઉપર રાજકોટ સહિત રાજયભરમાં સવારે ત્રણ કલાક સર્વર ડાઉનઃ કાર્ડ હોલ્‍ડરોની લાંબી લાઇનો

સવારે ૮ થી ૧૧ સુધી સર્વર ઠપ્‍પ થયું: હજારો કાર્ડ ધારકોમાં દેકારો બોલી ગયો

રાજકોટ તા. ૧૭ :.. રાજયમાં વારંવાર પુરવઠા વિભાગની સર્વર ડાઉન થવાની ફરીયાદો ઉઠી રહી છે, આજે રાજકોટ સહિત રાજયભરમાં આજે સવારે ૮ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા સુધી પુરવઠા વિભાગમાં સર્વર ડાઉન થતા ભારે દેકારો મચી ગયો હતો. સસ્‍તા દુકાનની દુકાનોની બહાર કાર્ડ હોલ્‍ડરોની મોટી લાઇનો જોવા મળી હતી. સર્વર ડાઉન થતા જ હજારો લોકો ત્રણ કલાક સવાર સવારમાં ભારે હેરાન થયા હતા.

મળતી વિગતો અનુસાર રાજય પુરવઠા વિભાગનું મુખ્‍ય સર્વર ડાઉન થઇ જતા ઝોનલ કચેરીમાં પણ કામગીરી ઠપ્‍પ થઇ હતી, રાજકોટમાં સસ્‍તા અનાજને દુકાનોની બહાર લોકોને લાંબી લાઇનો જોવા મળી હતી, જો કે સવારે ૧૧ વાગ્‍યા બાદ સર્વર  ફરી શરૂ થતા દુકાનદારોએ માલ દેવાનું શરૂ કર્યુ હતું.

(4:38 PM IST)