<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુંબઈમાં ભારે વરસાદ માટે એલર્ટ : પાલઘરમાં પુલ ડુબી ગયો : ટ્રાફીકને અસર ૬ દિવસ સતત વરસાદ પડશે : ૨ દિ' ભારે, ગઈરાતથી મુશળધાર ચાલુ : ભીવંડીમાં પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા આજે મુંબઈમાં ભારે વરસાદને લઈને આજે એલર્ટ આપવામાં આવ્‍યુ છે. મુંબઈમાં ૬ દિવસ સુધી વરસાદનું એલર્ટ આપ્‍યુ છે. આજે અને આવતીકાલે મુંબઈમાં સારા વરસાદ તેમજ ૨૨ થી ૨૫ જૂન સુધી હળવા વરસાદની સંભાવના છે. આજે સાથે જ વેસ્‍ટર્ન રેલ્‍વેના બોઈસર - ઉમરોલી સ્‍ટેશનની વચ્‍ચે રેલ્‍વે ટ્રેકની અપ અને ડાઉન બંને લાઈનો પર પાણી ભરાઈ ગયુ છે. જેની અસર ટ્રેનો પર પડી રહી છે. પાણી ભરાવવાના કારણે ટ્રેનોની સ્‍પીડ ઘટી ગઈ છે. ગઈરાતથી થઈ રહેલી મુશળધાર વરસાદને કારણે ભિવંડી શહેરના ઘણા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયુ છે. 4:19 PM IST

હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! : પોલીસ વેલ્‍ફેર ફંડમાંથી રૂપિયા ૧,૫૦,૦૦૦ ની રકમની લોન મળી શકશે : પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્‍યાણ માટે એક મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્‍ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્‍ફેર ફંડમાંથી રૂપિયા ૧,૫૦,૦૦૦ની રકમની લોન મળી શકશે.અગાઉ પોલીસ અધિકારી અને કર્મચારીઓને માત્ર તેઓના સંતાનના લગ્ન માટે વેલ્‍ફેર ફંડમાંથી રૂ.૧,૫૦,૦૦૦ ની લોન આપવામાં આવતી હતી. હાલમાં પોલીસદળમાં નાની ઉંમરના કર્મચારીઓની મોટા પ્રમાણમાં ભરતી થયેલ હોય આ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્‍યો છે.મહત્‍વનું છે કે હવેથી પોલીસ કર્મચારીઓના સંતાનના લગ્ન ઉપરાંત પોતાના લગ્ન માટે પણ લોન મળી શકશે.4:31 PM IST

ઉછીના આપેલા ૮ લાખ પાછા લેવા ગયેલા વિપુલ કયાડાને ક્રુરતાથી પતાવી દઇ લાશ સળગાવી નાંખીઃ ત્રણ સકંજામાં : કોઠારીયા સ્‍વાતિ પાર્કના કાચા રસ્‍તે ખુલ્લા પટમાંથી સાંજે મળેલી લાશનો આજીડેમ પોલીસ-ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલ્‍યો : હત્‍યાનો ભોગ બનનાર વિપુલ બે બહેનનો એક જ ભાઇ અને માતા-પિતાનો આધાર સ્‍તંભ હતો : ૧૪ વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી : ભગીરથ સોસાયટીનો ૩૬ વર્ષિય વિપુલ આજી વસાહતમાં કારખાનામાં કામ કરતો હતોઃ તેના લેણા નીકળતાં નાણા લઇ જવાના બહાને બોલાવાતાં મંગળવારે બપોરે વિપુલ ઘરે કોઇને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ ગૂમ હતોઃ શોધખોળ કરી રહેલા પરિવારજનોને આજે લાશ મળતાં શોકની કાલીમા : વિરમ ભરવાડ, એક સગીર અને એક ભૈયાને ક્રાઇમ બ્રાંચ-આજીડેમ પોલીસે સકંજામાં લીધાઃ રૂપિયા લઇ જવાનો ફોન કરી બોલાવાયા બાદ રાત સુધી અલગ અલગ સ્‍થળે ફેરવ્‍યોઃ પછી ઘટના સ્‍થળે લઇ જઇ વાયરથી ફાંસો ખાઇ માથામાં ઘા ફટકારી ઢાળી દેવાયો'તો : રાતે હત્‍યા બાદ ફિંગર આવી જશે એવી બીકે વહેલી સવારે હત્‍યારા લાશ સળગાવવા ગયા'તા2:52 PM IST

મોરબીમાં ગરીબોની ભૂખ ભાંગવા સદાય સેવારત રહેતા અલ્‍પાબેન કક્કડ : અલ્‍પાબેન ખુદ ભાડાના મકાનમાં રહે છે અને સેવાકાર્ય કરે છે : જયારે પતિ અજયભાઇ સિંગ-દાળિયા-ચાની ભૂકી વેંચે છે : છેલ્લા ૬ વર્ષથી ‘માતૃશ્રી વિરબાઇમાં માનવ સેવા તથા ગૌ સેવા' થકી કોઇપણ પ્રસંગ નીમિતે વધેલું ભોજન એકત્રીત કરી ઝુંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને જમાડે છે : સ્‍કૂટર પર જમવાનું લઇ જઇ અને ગરીબ લોકોને પહોંચાડે છે : ઘણીવાર જમવાનું રસ્‍તામાં ઢોળાય જાય અથવા ખુટે તો બે-ત્રણ વાર સ્‍કૂટર પર ધક્કા ખાઇ ભોજન લઇ આવી ગરીબોની જઠરાગ્નિ ઠારવાનું ચૂકતા નથી : અલ્‍પાબેને ગરીબ લોકોને જમાડવાની શરૂઆત તેમની પાસે રહેલા રેશનકાર્ડના ચોખાથી કરેલી : એ પછી ક્‍યારેય આ સેવાની સરવાણી રોકાઇ નથી : મોરબીની સિવિલ હોસ્‍પીટલમાં પણ અલ્‍પાબેન કક્કડ છેલ્લા ૪ મહિનાથી દરરોજ સાંજે પોતાના હાથે કઢી-ખીચડી બનાવી લોકોને જમાડે છે : માતૃશ્રી વિરબાઇમાં માનવસેવા તથા ગૌ સેવાનું કોઇ ટ્રસ્‍ટ નથી : લોકો પાસેથી કોઇ ફાળો ઉઘરાવવામાં આવતો નથી : દાતાઓના સહયોગથી સેવાકાર્યો થાય છે11:27 AM IST

‘તું અમારા મિત્ર હર્ષને ખોટા રસ્‍તે ચડાવે છે' કહી અર્જુન વ્‍યાસને મિત્ર કૃણાલ ચગે છરીનો ઘા ઝીંકી પતાવી દીધો : રાજકોટમાં મોડી રાતે ગાંધીગ્રામ એસકે ચોકના કર્ણેશ્વર કોમ્‍પલેક્ષ પાસે હત્‍યાની ઘટના : ગાંધીગ્રામ-૮માં રહેતો અર્જુન વ્‍યાસ રાતે બે મિત્રો દિવ્‍યેશ અને કશ્‍યપ સાથે બેઠો હતો ત્‍યારે બીજા બે મિત્રો કૃણાલ ચગ અને મયુર ટકાએ આવી ઝઘડો કરી ઝાપટો મારી ‘આજે તો પતાવી જ દેવો છે' કહી ધમકી દીધીઃ બાદમાં કૃણાલે પેટમાં ઘા ભોંકી દીધો જે જીવલેણ નિવડયોઃ ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજા અને ટીમે ગુનો નોંધ્‍યોઃ બંને આરોપીને દબોચી લેવા દોડધામ : હત્‍યાનો ભોગ બનનાર અર્જુન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતોઃ છુટક ડ્રાઇવીંગ કરતો હતો : દરરોજ રાતે જેની સાથે બેસતો એ મિત્રો કૃણાલ અને મયલાએ જ મોતને ઘાટ ઉતારી દીધો : રાતે બારેક વાગ્‍યે અર્જુન બે મિત્રો કશ્‍યપ અને દિવ્‍યેશ સાથે બેઠો હતો ત્‍યારે બીજા બે મિત્રો કૃણાલ અને મયલાએ આવી ઝઘડો કરી લાફા મારી ધમકી દીધીઃ કશ્‍યપ અને દિવ્‍યેશે બધા મિત્રો હોઇ વાતને ગંભીર ન ગણી અને નાસ્‍તો કરવા ગયાઃ પરત આવ્‍યા ત્‍યારે અર્જુન રડતો હતો, આજીજી કરતો હતોઃ દિવ્‍યેશે ઝઘડો ન કરવા કૃણાલને સમજાવતાં તેણે અચાનક છરી કાઢી હુમલો કરતાં દિવ્‍યેશે અર્જુનને બચાવ્‍યોઃ પણ કૃણાલે તુરત બીજો ઘા અર્જુનને પેટમાં ભોંકી દીધો11:10 AM IST

સાગઠીયા ભ્રષ્‍ટાચારથી કરોડો કમાયોઃ અંતે પાપનો ઘડો છલકાયો : ગેમ ઝોન અગ્નિકાંડઃ મનપાના સસ્‍પેન્‍ડેડ ટીપીઓ સામે એક પછી એક ત્રીજો ગુનો થયો દાખલઃ સોમવારે બોગસ મિનીટ્‍સ બૂકના ગુનાના રિમાન્‍ડ પુરા થયે એસીબી મેળવશે કબ્‍જોઃ ટાઉન પ્‍લાનીંગના અન્‍ય કેટલાક કર્મીઓ અંગે પણ તપાસનો ધમધમાટ સોખડામા પેટ્રોલ પંપ, ૩ ગોડાઉન, ગોમટામાં પેટ્રોલ પંપ, હોટેલ અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન, ગોમટામાં ફાર્મ હાઉસ, ખેતીની જમીન, ચોરડીમાં ખેતીની જમીન, શાપરમા ગેસ ગોડાઉન, મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્‍લોટ, યુનિવર્સિટી રોડ પર અનામીકા સોસાયટીમાં અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન બંગલો, માધાપરમાં ટેનામેન્‍ટ, અમદાવાદ બે ફલેટઃ બે કાર સહિત છ વાહનોનો પણ માલિક અનેક બિલ્‍ડરો અને આર્કિટેક્‍ટ સાથેના ટેબલ નીચેના વ્‍યવહારો પણ ઉંડી તપાસ થાય તો બહાર આવશે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોની તપાસમાં કાયદેસરની આવક ૨,૫૭,૧૭,૩૫૯ જણાઇ, તેની સામે ૧૩,૨૩,૩૩,૩૨૩ના રોકાણ-ખર્ચની વિગતો ખુલીઃ ૧૦ કરોડ ૫૫ લાખની વધુ સંપતિ જણાઇ આવી સાગઠીયાના બેંક લોકરો ‘સીલ' કરાયાઃ આગામી દિવસોમાં ખોલવામાં આવશે1:51 PM IST