News of Tuesday, 17th December 2024
શરીરસુખ માટે બીમાર પતિને છોડી પત્નિ અડધી ઉંમરના પ્રેમી સાથે ભાગી ગઈ !
૨૦ વર્ષીય પ્રેમી સાથે ભાગેલી ૪૦ વર્ષીય પરિણીતા બીમાર પતિ પાસે ભારે સમજાવટ બાદ પરત ફરી

સુરત, તા.૧૭: બે વર્ષથી પથારીવશ પતિને છોડી પોતાનાથી અડધી વયના યુવક સાથે પોતાની ૧૦ વર્ષીય પુત્રીને લઈ ભાગેલી ૪૦ વર્ષીય પરિણીતાને પોલીસ સમજાવી પરત લાવવામાં સફળ રહી હતી. ૧૦ વર્ષ બાદ તારી જવાની ઓસરી જશે ત્યારે ૨૦ વર્ષીય પ્રેમી તને કે તારી પુત્રીને રાખશે તેવા સોંસરવા સવાલ સાથે કડવી વાસ્તવિકતાનું ભાન કરાવતાં પરિણીતા પરત ફરી હતી.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય પરિણીતા તેની ૧૦ વર્ષીય પુત્રી સાથે દિવાળી પહેલાં ગુમ થઇ ગઇ હતી. આ મહિલાનો પતિ છેલ્લાં બે વર્ષથી પથારીવશ હતો અને હલનચલન પણ કરી શકે તેવી સ્થિતિમાં નહિ હોઈ પત્નિ અને પુત્રી માટે વલખાં મારી રહ્યાની ફરિયાદ સાથે યુવકના વયોવળદ્ધ પિતા ડિંડોલી પોલીસ મથકે પહોચ્યા હતા અને પુત્રવધૂ તથા પૌત્રીને ઝડપથી શોધી લાવવા માટે વિનંતી કરી હતી. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. બથવાર અતે ટીમે શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
આ મહિલા હિમાચલ પ્રદેશમાં રહેતી હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે આ યુવતી તેના ૨૦ વર્ષીય પ્રેમી સાથે નાનકડી ખોલીમાં રહેતી હતી. ગુજરાન ચલાવવા માટે મહિલા પણ એક ફાર્મા કંપનીમાં નોકરી કરતી હતી. ૧૦ વર્ષાય પુત્રીની હાલત પણ દયનીય હતી. પોલીસ પોતાની સાથે પરિણીતાના સસરાને પણ ત્યાં લઇ ગઇ હતી. દાદાને જોતાં જ પૌત્રી તેમને આવીને ગળે વળગી ગઇ હતી. હર્ષાશ્રુ સાથે દાદા-પૌત્રીનું મિલન થઇ રહ્યું હતું ત્યારે આ પરિણીતાને ઘરે આવવા માટે ડિંડોલી પોલીસ અને હિમાચલ પોલીસ પણ મદદે આવી હતી
સાસરિયાઓ પણ મોટું મન રાખી પરિણીતાને સ્વીકારી
પરિણીતાને પોલીસે આકરા શબ્દોમાં પરિણીતાને વાસ્તવિકતના જણાવી હતી. જે બિહારી યુવક સાથે તે ભાગી હતી તે યુવકની વય માત્ર ૨૦ વર્ષની હતી જ્યારે પરિણીતાની હાલમાં વય ૪૦ વર્ષ છે. દસ વર્ષ બાદ પરિણીતાની યુવાની ઓસરી જાય તે સંજોગોમાં આ યુવક તેને રાખશે કે કેમ? તે ઉપરાંત નબળી આર્થિક પરિસ્થિતિમાં પુત્રીનુ ભરણપોષણથી લઇને બીજી જવાબદારી કઇ રીતે સાચવશે તેવા સોસરવા સવાલો સામે પરિણીતાને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો હતો અને પ્રેમીને છોડવા તૈયાર થઇ હતી. સાસરિયાઓએ પણ મોટું મન રાખી પરિણીતાને માફ કરી અપનાવી લીધી હતી
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
