News of Tuesday, 17th December 2024
જ્યુપીટર પબ્લીસીટીના સ્થાપક બાબુભાઈ શાહનુ અવસાન : અનંતની સફરે વિદાય લેતા સર્વત્ર ધેરો શોક
નાનપણથી સર્કસ પ્રત્યેનો લગાવ તેમને ભારતના ખ્યાતનામ જેમિની તથા એપોલો સર્કસની ભાગીદારી તરફ લઈ ગયો, સર્કસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેઓ ભારતના એક માત્ર ગુજરાતી હતા.

અમદાવાદ તા.૧૭ :જીવનમાં આપબળે જાહેરાત તથા મનોરંજનના વ્યવસાયમાં શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી બાબુભાઈ ડાહ્યાભાઈ શાહનું ટુંકી માંદગી બાદ 94 વર્ષની જૈફ વયે અવસાન થયેલ છે.
જાહેરાતના વ્યવસાયની સાથે-સાથે તેઓએ ભારતના વિવિધ સર્કસ, એક્ઝીબીશન તથા અનેક મેજીક શોના સફળ આયોજનો કર્યા છે. નાનપણથી સર્કસ પ્રત્યેનો લગાવ તેમને ભારતના ખ્યાતનામ જેમિની તથા એપોલો સર્કસની ભાગીદારી તરફ લઈ ગયો. સર્કસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેઓ ભારતના એક માત્ર ગુજરાતી હતા.
તેઓ ઈન્ડીયન સર્કસ ફેડરેશનના ટ્રેઝરર તથા કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે લુપ્ત થતી ભારતીય સર્કસ કલાને જીવંત રાખવા સરકારશ્રી સમક્ષ અનેક રજુઆતો કરેલ અને તેના ફળ સ્વરૂપે રાહત દરે સરકારી ગ્રાઉન્ડ, રાહત દરે ઈલેક્ટ્રીસીટી તથા મનોરંજન કરમાં માફી જેવા અનેક લાભો સર્કસ ઉદ્યોગને સાંપડયા છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
