<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

બાપુ ફરી મેદાનમાં : પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના બાદ રવિવારે અડાલજમાં પ્રદેશ કાર્યાલયનું કરશે ઉદ્ધઘાટન

અડાલજના પ્રજાશક્તિ ભવનમાં પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન તથા નવા વરાયેલા અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા શ્રી રિદ્ધિરાજસિંહજી પરમારના પદગ્રહણ સમારોહ સંમેલન

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા "બાપુ" ફરી મેદાનમાં ઉતર્યા છે,પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના બાદ શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં રવિવારે પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધઘાટન થશે 

  અડાલજમાં આયોજિત પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન તથા નવા વરાયેલા અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહજી પરમારના પદગ્રહણ સમારોહ સંમેલન માં મોટી સંખ્યામાં પધારવા સૌને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે

તારીખ:- ૨૨ ડિસેમ્બર,રવિવારે,સમય:- બપોરે ૧:૩૦ વાગ્યેસ્થળ:- પ્રજાશક્તિ ભવન

મહારાજ હોટલ પાસે, રજવાડી હોટલની બાજુમાં, અડાલજ બ્રીજ પાસે, સરખેજ-ગાંધીનગર હાઈવે, અડાલજ ખાતે રાખેલ છે 

(8:41 PM IST)