ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું જમ્મુ-કાશ્મીર : લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા : વાંચો કેટલું તીવ્ર હતું : નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, કિશ્તવાડમાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો : આ દરમિયાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા : અફઘાનિસ્તાનમાં ૫.૯ અને બાંગ્લાદેશમાં ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો9:15 AM IST
અમેરિકા : વિલ્મર-હચિન્સ હાઈસ્કૂલમાં ફાયરિંગમાં ૩ ઘાયલ - શહેરના અધિકારીની માહિતી : ગત વર્ષે પણ આ જ શાળામાં વિદ્યાર્થીને ગોળી મારવામાં આવી હતી : ડલ્લાસની વિલ્મર-હચિન્સ હાઈસ્કૂલમાં મંગળવારે બપોરે ફાયરિંગની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું શહેરના અધિકારીએ જણાવ્યું : પોલીસ સૂત્રોએ એક વ્યક્તિ ઘાયલ થયાની પુષ્ટિ કરી1:50 AM IST
‘દગો કર્યો’ : મેલિન્ડા ગેટ્સે પૂર્વ પતિ બિલ ગેટ્સના ‘અત્યંત પરેશાન કરનારા’ જેફ્રી એપસ્ટીન સાથેના સંબંધો અંગે આત્મકથામાં ખુલાસો કર્યો : મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે જણાવ્યું કે વર્ષ ૨૦૧૯માં જ્યારે બિલ ગેટ્સના અવિશ્વાસ અને જેફ્રી એપસ્ટીન સાથેના સંબંધો સાર્વજનિક થયા ત્યારે તેમને લાગ્યું કે તેમના લગ્ન ગંભીર મુશ્કેલીમાં છે : પરોપકારી મેલિન્ડાએ પોતાની નવી આત્મકથા ‘ધ નેક્સ્ટ ડે’માં આ અંગે વિગતવાર વાત કરી1:20 AM IST
ટ્રમ્પ ટેરિફના જવાબમાં હોન્ડા યુએસ ઉત્પાદનમાં વધારો કરશે : કેનેડા અને મેક્સિકોથી ઉત્પાદન ખસેડશે : વિદેશી આયાત પર ટ્રમ્પ વહીવટીતંત્રના વ્યાપક નવા ટેરિફના જવાબમાં હોન્ડા યુએસમાં ઉત્પાદન વધારવા માટે તૈયાર : હોન્ડા કેનેડા અને મેક્સિકોથી યુએસમાં ઉત્પાદન ખસેડશે : અમેરિકામાં વેચાતી ૯૦% કાર સ્થાનિક રીતે બનાવવાનો લક્ષ્યાંક12:57 AM IST
શું આ જગ્યાઓ અસ્પૃશ્ય બની? :મમતા બેનર્જીએ મુર્શિદાબાદની મુલાકાત કેમ ના લીધી ?:અધીર રંજન ચૌધરીએ સવાલ ઉઠાવ્યા : અધીર રંજન ચૌધરીએ પ્રશ્ન કર્યો કે તૃણમૂલ કોંગ્રેસના વડા જેમણે ઉત્તર પ્રદેશ અને મણિપુરના હાથરસમાં સાંસદો અને ધારાસભ્યોની ટીમો મોકલી પણ મુર્શિદાબાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં, સમસેરગંજ અને જાંગીપુર વિસ્તારો સહિત કોઈને કેમ મોકલ્યા નથી ?12:42 AM IST
રિયલ આઈડી મેળવવાની ફરજ પડતાં અમેરિકનો મુશ્કેલીમાં મુકાયા : એપોઈન્ટમેન્ટ માટે ધક્કા ખાવા મજબૂર : રિયલ આઈડીની અંતિમ તારીખ નજીક આવતા ઘણા અમેરિકનોને નવી ઓળખ મેળવવા માટે એપોઈન્ટમેન્ટ બુક કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે : ખાસ કરીને ન્યૂ જર્સી રાજ્યમાં કફોડી સ્થિતિ; વેબસાઈટ પર '૦ એપોઈન્ટમેન્ટ ઉપલબ્ધ' બતાવતા અરજદારો પરેશાન12:47 AM IST
વેટિકને સાગ્રાડા ફેમિલિયાના આર્કિટેક્ટને સંતત્વના માર્ગ પર મૂક્યા : બાર્સેલોનાના સાગ્રાડા ફેમિલિયાની ડિઝાઇન માટે લાંબા સમયથી "ગોડ્સ આર્કિટેક્ટ" તરીકે ઓળખાતા પ્રસિદ્ધ કતલાન એન્ટોની ગૌડીને વેટિકને સંતત્વના માર્ગ પર મૂક્યા : પોપ ફ્રાન્સિસે ગૌડીના "વીરતાપૂર્ણ ગુણો" ને માન્યતા આપી : સંત બનવાની પ્રક્રિયામાં આ એક મહત્વપૂર્ણ પગલું12:25 AM IST
‘તમારા પોતાના અત્યંત ખરાબ રેકોર્ડ તરફ જુઓ’ : વક્ફ કાયદા પર પાકિસ્તાનના ‘પ્રેરિત અને પાયાવિહોણા’ નિવેદન બદલ ભારતે આકરા પ્રહારો કર્યા : ભારતે ૨૦૨૫ના વક્ફ સુધારા અધિનિયમ પર પાકિસ્તાનના ‘પ્રેરિત અને પાયાવિહોણા’ નિવેદનોને સખત રીતે નકારી કાઢ્યા અને જણાવ્યું કે લઘુમતીઓના રક્ષણની વાત આવે ત્યારે પાકિસ્તાને પોતાના અત્યંત ખરાબ રેકોર્ડ તરફ જોવું જોઈએ12:22 AM IST
વંદે ભારત ૧૯ એપ્રિલે ઉદ્ઘાટન નહીં થાય; શ્રીનગર-કટરા વંદે ભારત રેલ સેવાનું ઉદ્ઘાટન જાણો કેમ રહ્યું મુલતવી : પ્રધાનમંત્રી મોદીની ૧૯ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત મોકૂફ :કટરા-બનિહાલ રેલ લિંકના પુનઃસ્થાપન સાથે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ કનેક્ટિવિટી બનવાની હતી જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા12:16 AM IST
યુક્રેન સાથે 'કાયમી શાંતિ' કરાર માટે પુતિન તૈયાર હોવાનો ટ્રમ્પના વિશેષ પ્રતિનિધિનો દાવો : ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયાસરૂપે રશિયન નેતા વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે 'કાયમી શાંતિ' કરાર માટે તૈયાર હોવાનું ટ્રમ્પના વિશેષ પ્રતિનિધિએ જણાવ્યું : રશિયા અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વારંવાર વાટાઘાટો છતાં ટ્રમ્પ ક્રેમલિન પાસેથી કોઈ મોટી છૂટછાટ મેળવવામાં નિષ્ફળ રહ્યા12:12 AM IST
અમેરિકા દ્વારા કમિશન સિસ્ટમમાં જાસૂસીના ડરથી યુરોપ ભયભીત? અધિકારીઓને સુરક્ષાની ચિંતામાં બર્નર ફોન ઈશ્યુ કરાયા : યુકે સ્થિત ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર યુરોપિયન કમિશને જાસૂસીના જોખમને ધ્યાનમાં રાખીને યુએસની મુસાફરી કરી રહેલા વરિષ્ઠ અધિકારીઓને બર્નર ફોન અને સ્ટ્રિપ્ડ-ડાઉન લેપટોપ આપ્યા : આ સ્તરની સાવચેતી અગાઉ ચીન અને યુક્રેનની મુસાફરી માટે જ આરક્ષિત હતી12:08 AM IST
ઝકરબર્ગ વેચી દેશે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ! અમેરિકી નિયમનકાર શા માટે કરી રહ્યું છે મજબૂર : માર્કને થશે અબજોનું નુકસાન : અમેરિકી કોર્ટમાં મેટા સામે એન્ટિ-ટ્રસ્ટનો કેસ શરૂ : જો માર્ક ઝકરબર્ગ આ કેસ હારી જાય તો તેમને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી પોતાની સૌથી મોટી કંપનીઓ વેચવાની ફરજ પડી શકે છે : અમેરિકી ફેડરલ ટ્રેડ કમિશનનો આરોપ છે કે મેટાએ સ્પર્ધાને ખતમ કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદ્યા હતા11:32 PM IST
અમેરિકાના ન્યૂયોર્ક સિટી દ્વારા ૧૪ એપ્રિલ, ૨૦૨૫ ડો. બી. આર. આંબેડકર દિવસ તરીકે જાહેર : જુઓ વિડીયો : મેયર એરિક એડમ્સે ૮૫ લાખની વસ્તી ધરાવતા ન્યૂયોર્ક શહેરમાં આ વર્ષે ૧૪ એપ્રિલને ડો. બી. આર. આંબેડકર દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો : યુએન મુખ્યાલય ખાતે આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણીમાં રાજ્ય મંત્રી રામદાસ આઠવલેની વિશેષ ઉપસ્થિતિ10:49 PM IST
સહારા ઈન્ડિયા ગ્રૂપ પર ઈડીનો સણસણતો પ્રહાર : રોકાણકારોના કરોડો રૂપિયાના ગેરવહીવટ બદલ આંબી વેલીની રૂ. ૧૪૬૦ કરોડની બેનામી જમીન જપ્ત : નાણાકીય છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો હેઠળ ઈડીની મોટી કાર્યવાહી : સહારા ગ્રૂપની કંપનીઓએ ગેરકાયદેસર રીતે ખસેડેલા નાણાંથી ખરીદેલી ૭૦૭ એકર વૈભવી જમીન ટાંચમાં લેવાઈ : પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારોને ઊંચા વળતરનું લોભ આપી છેતરપિંડી કરાઈ હોવાનો ઈડીનો દાવો : નાણાકીય રેકોર્ડમાં પણ મોટા પાયે ગેરરીતિઓ સામે આવી10:18 PM IST
યુએસ-ચીન વચ્ચે વેપાર તણાવ ફરી ઊભો થતાં ડાઉ જોન્સમાં નોંધપાત્ર ઉછાળો : ટેક્નોલોજી શેરોને આંશિક રાહત : બેંકિંગ સેક્ટરમાં મજબૂત તેજી : રાષ્ટ્રપતિ ટ્રમ્પના આક્રમક વેપાર નીતિના પગલે વૈશ્વિક બજારોમાં ચિંતાનું વાતાવરણ : બેંક ઓફ અમેરિકા અને સિટીગ્રુપના ધારણાથી વધુ સારા પરિણામોને પગલે બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદી : વોલેટિલિટી ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો : વધતા પુરવઠાની અટકળો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા.10:02 PM IST
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓ કોની - કોની છે? : સંસદસભ્યો/ધારાસભ્યો, રાજકીય પક્ષો, સંસ્થાઓ, એનજીઓ દ્વારા અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે કાયદો કલમ 14 (સમાનતાનો અધિકાર), 25 (ધર્મ પાળવાની સ્વતંત્રતા), 26 (ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા), 29 (લઘુમતી અધિકારો) અને 300A (મિલકતનો અધિકાર) હેઠળ બાંયધરીકૃત બંધારણીય અધિકારોનું કરે છે ઉલ્લંઘન9:51 PM IST
'અમે બોમ્બનો અવાજ સાંભળ્યો છે', પ્રતાપ બાજવાએ સીએમ માનને પડકાર ફેંક્યો; કહ્યું- જો હું જીવતો રહીશ તો, પંજાબમાં રાજકારણ ગરમાયુ : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વાડિંગે કહ્યું, "પંજાબમાં જંગલરાજ છે." બાજવા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી કારણ કે તેમણે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો : બાજવાએ કહ્યું હતું કે પંજાબમાં 50 બોમ્બ પડ્યા છે. આમાંથી ૧૮ રન થઇ ગયા ને ૩૨ હજુ બાકી છે8:46 PM IST
પ્રમુખ ટ્રમ્પ યુકે સાથે વેપાર સોદો કરશે, ઉપપ્રમુખ જેડી વાન્સે કરી આગાહી, બ્રિટન એક એવો દેશ જેને "તેઓ ખરેખર પ્રેમ કરે છે" : શ્રી વાન્સે કહ્યું કે વ્હાઇટ હાઉસ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમર અને તેમની સરકાર સાથે નજીકથી કામ કરી રહ્યું છે: બ્રિટિશ સરકાર માટે એક દિલાસો આપનારો સંકેત, પ્રમુખ ટ્રમ્પ દ્વારા બ્રિટનને 10 ટકા ટેરિફ હેઠળ મૂકવામાં આવ્યું હતું.8:43 PM IST
યુપીમાં અલીગઢ સહિત અનેક જિલ્લા કલેક્ટર કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભયનો માહોલ; કર્મચારીઓએ ઓફિસોને માર્યા તાળા : મંગળવારે બપોરે, લગભગ ૧.૩૦ વાગ્યે, અચાનક તમિલનાડુથી આવેલા એક મેઈલમાં બારાબંકી જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં બોમ્બ હોવાની જણાવાયું હતું: અલીગઢ સહિત ઘણા જિલ્લાઓની કલેક્ટર કચેરીઓને ઉડાવી દેવાની ધમકીઓ મળી, કલેક્ટર કચેરીઓને છાવણીમાં રૂપાંતરિત કરાઈ8:44 PM IST
કર્ણાટકમાં મુસ્લિમો માટે હાલની અનામત મર્યાદા બમણી કરી 8% કરવાનું સૂચન કરીને શું રાહુલ ગાંધીએ મધપૂડો છંછેડ્યો? : સિદ્ધારમૈયા સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી, રાહુલ ગાંધીએ તેના આધારે અનામત ક્વોટા નક્કી કરવાનું કર્યું સૂચન : લીક થયેલા આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજ્યમાં મુસ્લિમોની વસ્તી કર્ણાટકના બે મોટા સમુદાયો, વોક્કાલિગા અને લિંગાયત કરતા ઘણી વધારે8:40 PM IST
સેબીએ ગેન્સોલ એન્જિનિરીંગના સ્ટોક વિભાજનને અટકાવ્યું, વચગાળાનો આદેશ આપી પ્રમોટરોને બજાર પ્રવેશથી કર્યા પ્રતિબંધિત : સેબીએ ગેન્સોલની 1:10 સ્ટોક સ્પ્લિટની તાજેતરની જાહેરાતને સ્થગિત કરી દીધી છે, તે રોકાણકારોના શ્રેષ્ઠ હિતમાં ન હોવાનું તારણ: પ્રમોટર્સ સામે વચગાળાનો આદેશ, ગેન્સોલના નાણાકીય રેકોર્ડની તપાસ કરવા માટે કરશે ફોરેન્સિક ઓડિટરની નિમણૂક, પ્લાન્ટમાં ન જોવા મળી કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ8:39 PM IST
પુંછમાં આતંકીઓ સાથે અથડામણ: સેનાનો જવાન ઘાયલ8:28 PM IST
મળો સોફિયા સારાહને જે દુબઈમાં ઓછી આવક ધરાવતા કામદારોને વિનામૂલ્યે કરાવે છે ઉમરાહ : તેણે સ્થાપિત કરેલા ઓનલાઈન પ્લેટફોર્મના સભ્યો એવા મજૂરો માટેના ઉમરાહ પેકેજ ખરીદી શકે છે જે યાત્રાનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી : લગભગ 750 કામદારોને તેમની આધ્યાત્મિક યાત્રા માટે મક્કા અને મદીનાની મુસાફરી કરવામાં કરી છે મદદ, હવે લક્ષ્ય દસ લાખ લોકોની મદદનું7:49 PM IST
કરાચીની બુરખાધારી બેટર ફૈઝા તેના ક્રિકેટ કૌશલ્ય માટે થઈ રહી છે વાયરલ : જુઓ વિડીયો : હિજાબ પહેરીને, શક્તિશાળી શોટ અને છગ્ગા ફટકાર્યા, પોતાની પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કર્યા.: ફૈઝાનું ઉદાહરણ ક્રિકેટ કરતાં વધુ છે હિંમત, જુસ્સો અને અન્ય મહિલાઓને પોતાના પર વિશ્વાસ રાખવા માટે પ્રેરણા આપવા વિશે, તેણીની પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ માટે રમવાની આશા7:41 PM IST
શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને અભિપ્રાય માંગવા માટે દબાણ કરી શકે છે? તામિલનાડુના નિર્ણયે ઉભા કર્યા પ્રશ્નો : રાજ્યપાલે કોઈપણ બિલ પેન્ડિંગ ન રાખવું જોઈએ, તામિલનાડુમાં રાજ્યપાલ દ્વારા 10 બિલોને રોકવાના કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટેના આદેશ અંગે શરૂ થઈ ચર્ચા : આવો આદેશ આપીને કોર્ટે કાયદાકીય કાર્યમાં દખલ કરવાનો કર્યો પ્રયાસ: કાયદાકીય નિષ્ણાતો7:18 PM IST
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી માટે સર્વકાલીન મહાન ઓપનર તથા કોમેન્ટેટર સુનીલ ગાવસ્કર બન્યા તારણહાર : કાંબલીને આજીવન અપાશે દર મહિને 30 હજાર રૂપિયા: ગાવસ્કરનું CHAMPS ફાઉન્ડેશન કરશે મદદ, કાંબલી તબિયતમાં હવે ઘણો સુધારો, સુનીલ ગાવસ્કરના આ CHAMPS ફાઉન્ડેશનની શરૂઆત 1999 માં થઈ, જેનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને મદદ કરવાનો છે.6:52 PM IST
બજાર બંધ થયા પછી આવ્યા સારા સમાચાર, અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં ડીલ થશે! : મિશન 500 પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વેપાર કરારનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચેના વેપારને $500 બિલિયન સુધી વધારવાનો, આ લક્ષ્ય વર્તમાન વેપાર સ્તર કરતા બમણું, ટેરિફ તણાવ છતાં બંને દેશો વચ્ચે સહકારને પ્રાથમિકતા6:22 PM IST
મુસ્લિમ પિતાએ પુત્રીનું માથું કાપી નાખ્યું, પ્રેમ લગ્ન માટે આપી આકરી સજા, દલિત પતિના રોઇરોઇને બુરા હાલ : ચિત્તૂર શહેરમાં ઓનર કિલિંગની આ ઘટના પ્રકાશમાં આવતા જ હોબાળો મચી ગયો. છોકરીના હત્યારા પિતા અને ભાઈ થયા ફરાર : બંનેએ 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ નેલ્લોરમાં લગ્ન કર્યા હતા, ચિત્તૂરના ઇન્ચાર્જ ડીએસપી પ્રભાકરના નેતૃત્વમાં ચાલી રહી છે તપાસ6:25 PM IST
વેપાર યુદ્ધમાં ભારત પર મંડરાઈ રહ્યું છે એક મોટું જોખમ : ચીન આપી શકે છે સૌથી મોટો ફટકો : ચીની કંપનીઓએ તેમના નિકાસ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ભારત પર ડમ્પિંગનો ખતરો વધ્યો : કાપડ, રબર, તબીબી ઉપકરણો અને રમકડાંમાં ભારે ડિસ્કાઉન્ટને કારણે ભારતીય કંપનીઓ પણ દબાણ હેઠળ, સેફગાર્ડ ડ્યુટી લાદવાની માંગણી6:22 PM IST
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જલ્દી રાહત મળી શકે છે! ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલરથી નીચે: 5 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, : શુક્રવારે, ક્રૂડ ઓઈલની આયાતનો સરેરાશ ખર્ચ પ્રતિ બેરલ $69.39 રહ્યો, જે ગયા વર્ષના એપ્રિલમાં $89.44 ના ખર્ચ કરતા 22 ટકા ઓછો, 2021 પછી આવું પહેલી વાર બન્યું: તેલ નિકાસ કરનારા દેશોના સંગઠન OPEC ની આ વર્ષ અને આવતા વર્ષે તેલની માંગમાં ઘટાડો થવાની આગાહી6:23 PM IST
બંગાળમાં વક્ફ વિવાદ પાછળ બાંગ્લાદેશી હાથ? તપાસ એજન્સીઓના રિપોર્ટમાં વિદેશી ષડયંત્રનો ખુલાસો : પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાને લઈને થયેલ વ્યાપક હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગ્લાદેશી બદમાશોની સંડોવણી બહાર આવી: 2011 ની વસ્તી ગણતરી મુજબ, બાંગ્લાદેશની સરહદે આવેલા મુર્શિદાબાદમાં 66% મુસ્લિમ વસ્તી, હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ 210 લોકોની ધરપકડ5:16 PM IST
હજયાત્રીઓ માટે સારા સમાચાર, સાઉદી અરેબિયાની મોદી સરકારના પ્રસ્તાવ પર સંમતિ, વધુ 10000 મુસ્લિમોનું હજનું સ્વપ્ન થશે સાકાર : હજ યાત્રાને સરળ બનાવવી એ નીતિ ઉપરાંત અમારી જવાબદારી પણ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સાઉદી સરકારનો માન્યો આભાર: સાઉદી સરકારે મીનામાં વર્તમાન ઉપલબ્ધતાના આધારે, કમ્બાઈન્ડ હજ ગ્રુપ ઓપરેટર્સ (CHGOs) માટે હજ (નુસુક) પોર્ટલ ફરીથી ખોલવા આપી સંમતિ,5:04 PM IST
આંખો પર ચશ્મા, લોકોની ભીડ, ED સમન્સ પર રોબર્ટ વાડ્રા પગપાળા પહોંચ્યા, શું આ રાજકારણમાં પ્રવેશના સંકેત? : હરિયાણાના શિખોપુર જમીન સોદા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બીજી વખત સમન્સ : આશ્ચર્યજનક વાત એ હતી કે સમન્સ મળતાં જ વાડ્રા પોતાના ઘરેથી પગપાળા ED ઓફિસ પહોંચ્યા. વાડ્રાએ કહ્યું, 'મારે કંઈ છુપાવવાની જરૂર નથી.' જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવીશ, ત્યારે થશે દબાવવાનો પ્રયાસ કરશે, પરંતુ હું ડરવાનો નથી.4:56 PM IST
હિન્દુ વિદ્યાર્થીઓને ઈદના દિવસે યોગ સત્રના નામે નમાઝ પઢવા માટે કોણે દબાણ કર્યું? : છત્તીસગઢની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી, બિલાસપુરનો મામલો : NSS કેમ્પમાં ઈદના દિવસે યોગ સત્રના નામે નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવી હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ: 159માંથી ફક્ત 4 વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના હતા, પોલીસ દ્વારા તપાસ બાદ કાર્યવાહીનું આશ્વાસન, અહીંના વિદ્યાર્થીઓ હવે આ ઘટનાનો કરી રહ્યા છે ખુલ્લેઆમ વિરોધ4:47 PM IST
15 થી 20 એપ્રિલ સુધીમાં દેશમાં પલટાશે હવામાન: કાળઝાળ ગરમીની ચેતવણીથી લઈને તોફાન-વરસાદ, પવનની આગાહી : જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં થશે વરસાદ અને હિમવર્ષા : 18 થી 20 એપ્રિલ દરમિયાન હરિયાણા, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદની જયારે ઉત્તર-પૂર્વ રાજ્યોમાં 15 થી 18 એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, દક્ષિણ ભારતમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે 4:47 PM IST
ભારતીય શેરબજારમાં તોફાની તેજી : સેન્સેક્સ ૧૫૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો : નિફ્ટી ૨૩,૩૦૦ને પાર : નિફ્ટી ઓટો અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજી : ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારા પર ૯૦ દિવસના સ્ટે બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો : નિફ્ટી ૫૦ પેકમાંથી સૌથી વધુ ઉછાળો ઇન્ડસઇન્ડ બેન્કના શેરોમાં આવ્યો : તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ6:15 PM IST
અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટેરિફ યુદ્ધની ઝપેટમાં હવે ઉડ્ડયન ક્ષેત્ર પણ આવી ગયું : ચીને તેની એરલાઇન્સને અમેરિકન કંપની બોઇંગ પાસેથી જેટની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો : લગભગ 10 બોઇંગ 737 મેક્સ વિમાનો ચીની એરલાઇન્સના કાફલામાં જોડાવા માટે તૈયાર જેમાં ચાઇના સધર્ન એરલાઇન્સ કંપની, એર ચાઇના લિમિટેડ અને ઝિયામેન એરલાઇન્સ કંપનીના બે-બે વિમાનોનો સમાવેશ4:41 PM IST
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર હુસૈન રાણાએ માત્ર મુંબઈ જ નહીં પરંતુ નવી દિલ્હી સહિત ભારતના ઘણા શહેરોને આતંકના નકશા પર લાવવાનું કાવતરું ઘડ્યું હતું : જો સમયસર કાવતરું બહાર ન આવ્યું હોત તો દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર મોટા આતંકવાદી હુમલાનું સંભવિત લક્ષ્ય બની ગયું હોત : ઊંડા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તહવ્વુર રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો4:37 PM IST
ફક્ત ચાર દિવસની રાહ, ૧૯ એપ્રિલથી કાશ્મીર માટે દોડશે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, પીએમ મોદી કરશે કટરા સંગલદાન વિભાગમાં ઉદ્ઘાટન : વંદે ભારત એક્સપ્રેસ કટરા રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને રિયાસી, સાંગલદાન, બનિહાલ, કાંજીગુંડ, અનંતનાગ થઈને શ્રીનગર પહોંચશે: 272 કિમી લાંબો પ્રોજેક્ટ, કન્યાકુમારીથી કાશ્મીર સુધી રેલ કનેક્ટિવિટી પૂર્ણ થશે4:34 PM IST
દુબઈ મ્યુઝિકલ ફાઉન્ટેન આ સપ્તાહના અંતે સમારકામ માટે બંધ થશે : ભવ્ય જળનૃત્ય નિહાળવાની છેલ્લી તક : વિશ્વનું સૌથી મોટું પરફોર્મિંગ ફાઉન્ટેન મે ૨૦૨૫ થી પાંચ મહિના માટે સંપૂર્ણ અપગ્રેડ અને નિયમિત જાળવણી માટે બંધ થશે : એમાર દ્વારા ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા : શનિવાર ૧૯ એપ્રિલ સુધી જ શો જોઈ શકાશે4:22 PM IST
દિલ્હીમાં જો કોઈ ખાનગી શાળા ફી વધારો કરશે તો તેમને નોટિસ મોકલવામાં આવશે , તેમણે જવાબદારી નક્કી કરવી પડશે, જો આમ છતાં શાળાઓ ફી વધારો કરશે તો તેનું પરિણામ તેમને ભોગવવું પડશે : રેખા ગુપ્તા : જન સંવાદ કાર્યક્રમ દરમિયાન, મોડેલ ટાઉનની ક્વીન મેરી સ્કૂલ સંબંધિત એક મામલો પ્રકાશમાં આવ્યો જેમાં બાળકોના માતા-પિતાએ ખોટી રીતે ફી વસૂલવા અને બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની ફરિયાદ નોંધાવી4:27 PM IST
બંગાળ બળી રહ્યું છે ત્યાંના મુખ્યમંત્રી ચૂપ છે તે તોફાનીઓને શાંતિ દૂત કહે છે હઠીલા વ્યક્તિ શબ્દો સાંભળશે નહીં : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનુ મુર્શિદાબાદને નિવેદન : હિન્દુઓના રક્ષણ માટે મુખ્યમંત્રીએ કહ્યું કે હું ત્યાંની કોર્ટનો આભાર માનું છું કે તેમણે ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરીને લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં4:21 PM IST
ટ્રમ્પનું નિયંત્રણમુક્તિનું તોફાન : અમેરિકામાં લાગુ સેંકડો નિયમો રદ કરવાની યોજના : આરોગ્ય, સલામતી અને સંચાર ક્ષેત્રે મોટા ફેરફારોની શક્યતા : 'DELETE, DELETE, DELETE' અભિયાન : એલોન મસ્કની DOGE સાથે મળીને ટ્રમ્પ વહીવટીતંત્રનું નિયમો રદ કરવાનું આક્રમક અભિયાન : અમેરિકામાં મોટા પાયે નિયંત્રણમુક્તિની તૈયારી : નર્સિંગ હોમથી લઈને ખાણ સલામતી સુધીના નિયમો પર ખતરો4:11 PM IST
'જો કોઈ હૉસ્પિટલમાંથી નવજાત શિશુ ચોરાઈ જાય તો સૌ પ્રથમ તે હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરો.' : હૉસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટનુ કડક વલણ : કોર્ટે દિલ્હી એનસીઆરમાં નવજાત શિશુઓની તસ્કરી કરતી ગેંગના પર્દાફાશ સાથે સંબંધિત સમાચારની નોંધ લઈને આ ટિપ્પણી કરી : દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે અને તેમાં કોર્ટની હસ્તક્ષેપની જરૂર4:07 PM IST
સોનાના ભાવમાં આજે 250 રૂપિયાનો ઘટાડો : દેશના મોટાભાગના શહેરોમાં સોનું રૂ. 95,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જયારે ચાંદીની કિંમત 99,800 રૂપિયા : અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફને કારણે સોનાના ભાવમાં વધઘટ થવા લાગી : ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું ફરી મોંઘુ થવાને કારણે સોનું પણ તેના ટોચના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યું છે4:14 PM IST
ભારતીયોનું ‘‘પેટ'' વધી રહ્યું છેઃ સમૃધ્ધી નહિ બિમારીનો સંકેત : દેશની એક તૃતીયાંશ વસ્તી માટે પેટની ચરબી એક મોટી સમસ્યા બનવા જઈ રહી છે ધ લેન્સેટના તાજેતરના અભ્યાસ દર્શાવે છે કે ૨૦૨૧માં, ભારતમાં ૧૮૦ મિલિયન લોકો સ્થૂળતાથી પીડાતા હતા અને ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા ૪૫૦ મિલિયન સુધી પહોંચી શકે છે 3:57 PM IST
RAW બાંગ્લાદેશમાં ઘૂસીને યુનુસને પાઠ ભણાવશે... પાકિસ્તાનની ISI કે ચીનની MSS ને પણ રહેશે બેખબર : બાંગ્લાદેશમાં RAW ના 4 ઉદ્દેશ્યો: એક, વિરોધી વિદેશી શક્તિઓને રાજકીય, આર્થિક અને લશ્કરી ક્ષેત્રોમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે બાંગ્લાદેશનો ઉપયોગ કરતા અટકાવવી. બીજું, એવી પરિસ્થિતિ હતી રોકવી જેનાથી ત્યાંના હિન્દુઓને ભારતમાં સ્થળાંતર કરવું પડી શકે. ત્રણ, ઢાકામાં મૈત્રીપૂર્ણ સરકાર લાવવી અને ચાર, અંતે શક્ય તેટલી શાંતિ3:27 PM IST
મંદિરોમાં નગ્ન થઈને ફરતી લેડી અઘોરી અલ્લુરી શ્રીનિવાસ ફરી સમાચારમાં, ફરીથી લગ્ન કર્યા, યુવતીએ લગાવ્યા સનસનાટીભર્યા આરોપ : યુવતીએ મહિલા અઘોરી પર લગાવ્યો આરોપ: તેણે 1 જાન્યુઆરીએ અલ્લુરી શ્રીનિવાસ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, માત્ર 12 દિવસ પછી, તેણે વર્ષ્ણિની નામની બીજી છોકરી સાથે લગ્ન કર્યા. સાથે મળીને આશ્રમ બનાવવાનું અને સેવા કરવાનું જોયું સ્વપ્ન પરંતુ, અઘોરીએ વચન ન પાળ્યું3:17 PM IST
આ ગાડી ઝાડ પર કઈ રીતે ચડી હશે?9:57 AM IST
મહિલાની છેડતી કરી કીધું ‘‘જેલ, પોલીસ મને ડરાવી શકતી નથી'' : રાજધાની દિલ્હીના શિવાજી એન્ક્લેવ માર્કેટમાં છેડતીનો એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યોઃ વીડિયો વાયરલ : ૮ એપ્રિલના રોજ રાત્રે ૯ વાગ્યાની આસપાસ એક નશામાં ધૂત અજાણ્યા પુરુષ દ્વારા એક મહિલાનો પીછો કરવામાં આવ્યો હતો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરી હતી10:00 AM IST
વિકસિત ભારતના નિર્માણ માટે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ભાર મૂકી ટેકનોલોજીથી કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર : નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રીએ પ્રથમ દિવસે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરી જનતાને સમર્પિત કર્યા : દત્તક લીધેલા ગામોની મુલાકાત લઈ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું9:06 PM IST
રાજકોટનાં જાણીતા ઉદ્યોગપતિ - સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક : ત્રણ ધમનીઓમાં બ્લોકેજ : સિનર્જી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ : તબિયત હાલ સ્થિર : અવતીકાલે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાશે : ડૉ. જયેશ ડોબરીયાએ આપ્યું તેમનું મેડિકલ અપડેટ : તેમના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું10:32 PM IST
અમેરિકન શેરબજારમાં ઓટો શેરોની તેજી : ટ્રમ્પના ટેરિફ છૂટના સમર્થનથી આશાનું વાતાવરણ : ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજમાં 330 પોઈન્ટનો ઉછાળો : એસએન્ડપી 500 અને નાસ્ડેક અનુક્રમે 50 અને 150 પોઈન્ટ ઉપર રહ્યા : યુરોપિયન બજારોમાં પણ ઉછાળો : વોલ સ્ટ્રીટમાં સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર ટેરિફ મુલતવી રાખવાથી ઉત્સાહ : ઓટો કંપનીઓને સ્થાનિક ઉત્પાદન માટે સમય આપવાની ટ્રમ્પની ટિપ્પણીએ બજારને ગતિ આપી10:49 PM IST
90 ના દાયકાની આ હિરોઈન જેના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના માણસે નિર્માતાની હત્યા કરી : આ અભિનેત્રીઓએ ડોન સાથેના તેમના સંબંધના સમાચાર ક્યારેય સ્વીકાર્યા નહીં: આવી જ એક સુંદરી બોલીવુડમાં નસીબ અજમાવવા આવી હતી, જેને દેવ આનંદે પોતાની ફિલ્મમાં તક આપી હતી: ૧૯૯૩માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ૧૯૯૫માં બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ12:42 AM IST
હંગેરિયન મહિલા સાથે સંકળાયેલ હની-ટ્રેપમાં ફસાયો હતો મેહુલ ચોક્સી:જાણો કોણ છે આ બાર્બરા જબારિકા : મેહુલ ચોકસીએ હંગેરિયન મહિલા બાર્બરા જબારિકા દ્વારા હની-ટ્રેપમાં ફસાયાની વાર્તા કહી હતી. ચોક્સીએ કહ્યું હતું કે તેનું અપહરણ કરાયું હતું, ત્રાસ અપાયો હતો અને એન્ટિગુઆથી ડોમિનિકા લઈ જતી બોટમાં બેસાડવામાં આવ્યો હતો 12:57 AM IST

નવા વર્ષની ઉજવણી

બળીને ખાખ.....

ભણેલા બેરોજગાર.....

ભૂખ્યા ને ભોજન.....

નોંધણી....
અકિલા સોશ્યિલ મીડિયાવડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનપદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની વરણી થઇ : ટેમ્પલ કમિટીમાં ડૉક્ટર સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા7:45 PM IST
દસ્તાવેજોના અભાવે ઓનલાઈન અરજી નહીં કરનારને પોર્ટલ ફરી ખોલવાનો કોઈ અધિકાર નથી - ગુજરાત હાઈકોર્ટ : NEET-UG 2025ની અરજી માટે જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ ન કરી શકનાર અરજદારની પોર્ટલ ફરીથી ખોલવાની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી : અરજદાર કોઈ "અસાધારણ કેસ" રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું અને માત્ર દસ્તાવેજો રજૂ ન કરી શકવાના કારણે પોર્ટલ ખોલવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો ન હોવાનું કોર્ટે અવલોકન કર્યું7:08 PM IST
અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં કરુણા મંદિર ખાતે રાજ્યનું સૌપ્રથમ સીએનજી શ્વાન સ્મશાન ગૃહ બનશે : -- AMC દ્વારા ત્રણ મહિનામાં તૈયાર થનાર CNG આધારિત આ સ્મશાનગૃહમાં મૃત શ્વાનની અંતિમ વિધિ કરી શકાશ: ડોગ સ્મશાનગૃહમાં 80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમ ક્રિયા માટેનું મશીન મુકાશે અને એકસાથે બે ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે.11:52 AM IST
પ્રાકૃતિક ખેતી યોગ્ય રીતે અને પૂરી પ્રમાણિકતાથી થાય તો ઉત્તમ પરિણામ મળે, યોગ્ય તાલીમ અનિવાર્ય - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય : ત્રણ ગામના એક ક્લસ્ટર દીઠ બે તાલીમબદ્ધ વ્યક્તિઓ ખેડૂતોને માર્ગદર્શન આપશે : રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તાલીમ અને વેચાણ વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા7:53 PM IST
વડોદરાનો મયંક પંડ્યા માનસિક રીતે અસ્વસ્થ : સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ હોવાથી સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી'તી : જુઓ વિડીયો : વર્લી પોલીસ સ્ટેશનમાં એક ફોન પણ આવ્યો હતો આ ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતુ પોલીસે આ કેસમાં વડોદરાના મયંક પંડ્યા નામનાં 26 વર્ષીય યુવકની અટકાયત કરી 4:32 PM IST
સલમાનખાનને ધમકી આપનાર વડોદરા જીલ્લાનો યુવાન માનસિક રોગી હોવાનું તારણ : વડોદરા ગ્રામ્યના એસ.પી. રોહન આનંદે ગણતરીના કલાકોમાં આખી કુંડળી કાઢી..અકિલા સાથે જિલ્લા પોલીસ વડાની વાતચીત વડોદરા દોડી આવેલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ સઘન પૂછપરછ, નોટિસ આપીઃ ધમકીઓનું પ્રમાણ વધ્યું, સુરક્ષા વ્યવસ્થા બેવડાઈ2:24 PM IST
મુખ્ય સૂત્રધાર જેમ્સ અને સાથીઓ વિવિધ રાજ્યોમાં લાખોના સોનાની લૂંટ, પોલીસ પર ફાયરિંગ કરવા માટે પણ કૂવિખ્યાત..આરોપીઓ દ્વારા સામનો કરવા સ્પ્રે, સ્પેશ્યલ છરી અને પિસ્તોલો અને કારતૂસ સાથે ઓળખ છુપાવવા બુકાની, માસ્ક સાથે લાવેલ.પ્લાનની વિગતો ડાયરીમાં ટપકાવી હતી : કરોડોના હીરાની ગુજરાતના ઇતિહાસની સહુથી મોટી લૂંટનો પ્લાન દેશના ચાલાક ,ખૂંખાર અપરાધીએ, કાયદાના રક્ષક સાથે મળી જેલમાં ઘડ્યો હતો સુરત અને સાઉથ ગુજરાત પરથી મોટી ઘાત પોલીસની જાગળતિથી ટળી્ જે બસમાં કરોડોના હીરા સાથે આંગડીયાઑ હેરફેર કરે છે, તે બસની દિવસો સુધી રેકી કરેલ આખા પ્લાનના નકશા તૈયાર થયેલ. અકિલા સમક્ષ સૂરત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જયરાજસિહ ઝાલા બોલીવુડની કાલ્પનિક કથાને ટક્કર મારે તેવી સત્ય કથાનું અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે. 12:28 PM IST
મેદસ્વિતા મુક્ત અભિયાન : દેશને નિરોગી બનાવવા આયુર્વેદિક પીણાં બનશે સહાયક : જાણો ચરબી ઘટાડતા દેશી ઉપાયો! : ગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલું : મેદસ્વિતાને જડમૂળથી ઉખાડી ફેંકવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ : પેટની હઠીલી ચરબીથી છુટકારો મેળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે અસરકારક દેશી અને આયુર્વેદિક પીણાં વિશે જાણો!3:15 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ બન્યો ધોળો હાથી : 10 કરોડના ખર્ચે બનેલો પૂલ 6 મહિનાથી બંધ : 35 લાખના ખર્ચ સામે આવક 5 લાખથી ઓછી : કોચના અભાવે બંધ પડેલા સ્વિમિંગ પૂલ અને હોકી મેદાનની દુર્દશા : ડિઝાઇનમાં ખામીઓ અને પાણીની અછતથી ખેલાડીઓ મુશ્કેલીમાં : યુનિવર્સિટી વહીવટ પર ઉઠ્યા સવાલ 12:39 AM IST
બાલાજી હનુમાનજીને સ્વ. રસિકભાઈ ખખર પરિવારની અનોખી સેવા : ૫૧ તેલના ડબ્બા અર્પણ! : રાજકોટના શિવ સ્ટુડિયોવાળા સ્વ. રસિકભાઈના પરિવારે ભુપેન્દ્ર રોડ સ્થિત કષ્ટભંજનદેવને અર્પણ કરી અતૂટ શ્રદ્ધા : દર રવિવારે ૧૫ કિલોનો તેલનો ડબ્બો ચડાવીને છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યા છે અવિરત સેવા : ચૈત્ર વદ એકમના રવિવારે અર્પણ કરાયો ૫૧મો ડબ્બો6:50 PM IST
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી : એક સપ્તાહમાં ૧૫ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક અને ૨૯૨ ઘરોમાં ફોગીંગ : રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાં મચ્છર ઉત્પત્તિ બદલ નોટિસ : ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાના ફેલાવાને અટકાવવા આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે તપાસ : જાગૃતિ અભિયાન અને કડક કાર્યવાહી : નાગરિકોને ૧૦x૧૦x૧૦ નું સૂત્ર અપનાવી સાવચેતી રાખવા અપીલ2:50 PM IST
ભુજમાં ભયાનક અગ્નિકાંડ : પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ૧૦૦૦થી વધુ વાહનો સળગીને ખાખ : જૂની જેલના પરિસરમાં રાખેલી સંપત્તિ સ્વાહા : જુઓ વિડીયો : કડાકા-ભડાકા અને આકાશમાં ઊંચે સુધી ફેલાયેલા કાળા ધુમાડાના ગોટેગોટાથી ભુજ શહેરના જૂની જેલ વિસ્તારમાં ભયનું વાતાવરણ : ચાર કિલોમીટર સુધી ધુમાડાના વાદળો છવાયા : ત્રણ પોલીસ સ્ટેશનના જપ્ત વાહનો રાખના ઢગલામાં ફેરવાયા : આગના કારણ અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ10:32 PM IST
કોડિનારની હોટલમાં 10 હજારના પગારે નોકરી કરતાં શખ્સને આઈટીની 1.15 અબજ રૂપિયાની નોટિસ :પંથકમાં ભારે ચકચાર : આસિફના બેંક ખાતામાં માત્ર 475 રૂપિયા જ બેલેન્સ: પરિવારજનો ભારે ચિંતિત : શું આવકવેરા વિભાગ દ્વારા છબરડો કરવામાં આવ્યો છે કે, પછી કોઈ કૌભાંડીએ સામાન્ય નાગરિકના નામનો ઉપયોગ કરીને કોઈ મોટું કૌભાંડ આચર્યું11:27 PM IST
ગુજરાત સરકાર UCC લાગુ કરવાની કવાયત બંધ કરે: કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિની રજૂઆત :સરકારની ગતિ વિધિ બંધારણ વિરોધી, મુસ્લિમ સમાજ શાંતિ પૂર્ણ વિરોધ કરશે : આવો કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકશે , ગુજરાત સરકારની UCC ની કવાયત ગેરબંધારણીય, દ્વેષપૂર્ણ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી4:52 PM IST
લોધીકા તાલુકા ભાજપ હોદેદારોની વરણી11:47 AM IST
જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોક સંપર્ક :ગ્રામજનોના પ્રશ્નો-રજૂઆતો સાંભળી તે પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ : પીવાના પાણીની સુવિધા, માર્ગ વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય તથા શિક્ષણ સંબંધિત મુદ્દાઓ ગ્રામજનો દ્વારા રજૂ : સંવેદનશીલતાપૂર્વક સાંભળી લઈને તત્કાલ અને લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય પગલાં લેવા ખાતરી આપી3:43 PM IST
યુરોપ અને યુએસના યુવાઓને લાગી આ લત6:16 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
IPL 2025: પંજાબે સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ તોડીને KKRને ૧૬ રને હરાવ્યું : ચહલની ઘાતક બોલિંગ અને અંતિમ ઓવરોમાં જડબેસલાક ફિલ્ડિંગથી અશક્યને શક્ય બનાવ્યું : માત્ર ૧૧૧ રનમાં ઓલઆઉટ થયા બાદ પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલની ચાર વિકેટો અને માર્કો જેન્સનના નિર્ણાયક સ્પેલની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને IPLના ઈતિહાસમાં સૌથી ઓછા સફળતાપૂર્વક ડિફેન્ડ કરાયેલા સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો : રહાણે અને રઘુવંશીની ભાગીદારી છતાં KKR મધ્ય ઓવરોમાં ધ્વસ્ત થયું10:53 PM IST
બીસીસીઆઈએ બાંગ્લાદેશ શ્રેણીનું ટાઈમટેબલ જાહેર કર્યું, ઈંગ્લેન્ડ પ્રવાસથી પરત આવ્યા બાદ જશે બાંગ્લાદેશ : ભારતના પ્રવાસની શરૂઆત સૌપ્રથમ ODI શ્રેણીથી થશે. ODI શ્રેણીની ત્રણ મેચ 17, 20 અને 23 ઓગસ્ટે જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચ 26, 29 અને 31 ઓગસ્ટે રમાશે. આ છ મેચો રમાશે બાંગ્લાદેશના મીરપુર અને ચિત્તાગોંગ શહેરોમાં, IPL પછી, ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી માટે જશે ઈંગ્લેન્ડ6:36 PM IST
નૈતિકતા, બોધપાઠ અને સાર્વત્રિક માનવ સત્યોને મૂર્તિમંત કરનાર ગ્રાફિક ઇન્ડિયાનો 'ધ લિજેન્ડ ઓફ હનુમાન' ૫.૮ મિલિયન વ્યૂઝ સાથે ઓરમેક્સ ચાર્ટમાં ટોચ પર, સૌથી વધુ જોવાયેલ શો તરીકે ડેબ્યૂ : પ્રાચીન પૌરાણિક કથાઓને આધુનિક સંવેદનશીલતા સાથે જીવંત બનાવી : ચાહકોનો અદ્ભુત ટેકો એ વાતનો પુરાવો કે ભારતીય એનિમેશન વાર્તાનો સુવર્ણ યુગ થઇ ચુક્યો છે શરૂ, તેની પાંચેય પાછલી સીઝન ઓરમેક્સ સ્ટ્રીમિંગ ચાર્ટમાં રહી હતી ટોચ પર6:24 PM IST
સામાન્ય વહીવટના ઉપસચિવ આદિત્ય દેસાઇનો જન્મદિન 1:46 PM IST




































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































