News of Tuesday, 17th December 2024
એસટી અમારી સલામત સવારીના ધજાગરા ઉડ્યા:રાજપીપળા બાદ હવે ઝઘડિયા એસટી ડેપોની બસો પણ અધવચ્ચે મુસાફરોને અટવાતી જોવા મળી
ઝઘડિયા ડેપોની બસ રાજપીપળાથી જૂની જેલ પાસે બગડતા મુસાફરોને ઉતરતા અન્ય વાહનોમાં બેઠા:બપોરે ચાર વાગે બગડેલી બસ સાંજે છ વાગે પણ મુખ્ય રોડ પરથી નહી હટાવતા ટ્રાફિક સમસ્યા ઊભી થઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની જૂની સબ જેલ પાસે ઝઘડિયા ડેપોની એક બસ બગડતા કલાકો સુધી મુખ્ય માર્ગ ઉપર પડી રહેતા ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી
આમ તો રાજપીપળા એસટી ડેપોની બસો છાસવારે અધવચ્ચે બગડતી હોવાની અવાર નવાર બૂમો ઊઠી હતી ત્યારબાદ આજે ઝઘડિયા એસટી ડેપોની રાજપીપળાથી પરત ફરતી બસ આજે સાંજે સબ જેલ પાસે આવતા રસ્તામાં જ બગડતા અંદર બેઠેલા મુસાફરોને ઉતારવા પડ્યા હતા અને આ મુસાફરો એ અન્ય વાહનોનો સહારો લેવો પડ્યો હતો ત્યારે એસટી અમારી સલામત સવારીની વાતના અહીંયા ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા. બગડેલી આ બસ બે કલાક થયા બાદ પણ જેલ પાસેના મુખ્ય માર્ગ ઉપરથી નહી હટાવતા ટ્રાફિક સમસ્યા ઊભી થતાં ત્યાં પોલીસ તૈનાત કરવી પડી હતી.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
