<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

કાંકરિયા કાર્નિવલ પહેલા અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન શરૂ : જાણો ટિકિટનો દર

હવે કાંકરિયાના પ્રવાસે આવનાર પ્રવાસીઓ અટલ એક્સપ્રેસ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે

અમદાવાદ : આગામી તારીખ 25 ડિસેમ્બરથી શરૂ થતા કાંકરિયા કાર્નિવલ પહેલા અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાત રાજ્ય સરકારની સૂચનાથી રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવાને પગલે કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સપ્રેસ ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી હતી.

હવે કાંકરિયાના પ્રવાસે આવનાર પ્રવાસીઓ અટલ એક્સપ્રેસ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે. મેયર પ્રતિભા જૈન સહિત શાસક પક્ષના હોદ્દેદારોએ અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી અને AMC સ્કૂલના બાળકોએ અટલ એક્સપ્રેસની સફર માણી હતી. અટલ એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે 12 વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે ટિકિટનો દર રૂપિયા 30, 3થી 12 વર્ષના બાળકો માટે રૂપિયા 12 તેમજ સ્કૂલ બાળકોના યોજાતા પ્રવાસ માટે બાળક દીઠ રૂપિયા 12 નો દર નક્કી કરાયો છે.

(11:26 AM IST)