<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

પુરવઠા વિભાગના 12 જુનિયર ક્લાર્ક વર્ગ-3ના સંવર્ગમાંથી સિનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગમાં બઢતી

લોઅર લેવલ ખાતાકીય પરીક્ષા પ્રથમ પ્રયત્ને અને બીજા પ્રયત્ને પાસ કરેલ કર્મચારીઓને બઢતી મંજુર

ગાંધીનગર :રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના  જુનિયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગમાંથી સીનીયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગમાં બઢતી માટે જરૂરી લોઅર લેવલ (નિમ્ન શ્રેણી) ખાતાકીય પરીક્ષા નિયત તકોમાં પાસ કરવાની થાય છે. જેમાં 12 કર્મચારીઓએ લોઅર લેવલ (નિમ્ન શ્રેણી) ખાતાકીય પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરેલ છે. અન્ય 12 કર્મચારીએ લોઅર લેવલ (નિમ્ન શ્રેણી) ખાતાકીય પરીક્ષા બીજા પ્રયત્ને પાસ કરેલ છે. જેને ધ્યાને લેતાં ૧૨ સીનીયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓને તેઓના નામ સામે કોલમ-(૪) માં જણાવેલ કર્મચારીઓની કોલમ-(૬) માં જણાવેલ સીનીયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગમાં બઢતીની તારીખ સંભાવ્ય તારીખ મંજુર કરવામાં આવે છે

(1:20 PM IST)