<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રાજ્યના પુરવઠા વિભાગ હસ્તકની કચેરીના 10 જેટલા જુનિયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગમાંથી સીનીયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગમાં બઢતીથી નિમણુંક

ખાતાના વડાની કચેરીઓમાં બઢતી-બદલીથી નિમણુંક સતા બાદ પસંદગી સમિતિની બેઠકમાં ખાતાકીય બઢતીનો નિર્ણય

અમદાવાદ :અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગ હસ્તકની ૪ (ચાર) ખાતાના વડાની કચેરીઓનું વર્ગ-૧, ૨ અને ૩ ની જગ્યાઓનું તે સાથેના પરિશિષ્ટ મુજબ કુલ કેડર સ્ટ્રેન્થ મર્જ/નક્કી કરી, “વર્ગ-૩ ની જગ્યાઓનુ કેડર સંચાલન અને રાજ્યમાં સદરહુ ખાતાના વડાની કચેરીઓમાં બઢતી-બદલીથી નિમણુંક આપવાની સત્તા, નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીએ કરવા" ઠરાવેલ છે.

મર્જર બાદ ઉક્ત ચાર ખાતાના વડાઓના બિન રાજ્યપત્રિત વર્ગ-૩ના કર્મચારીઓ માટે નવેસરથી પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે.

    તદાનુસાર, સરકારના ઉક્ત મર્જર બાદ ચાર ખાતાના વડાની કચેરીઓમાંના જુનિયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગની આમુખ-(૩)થી આખરી બહાર પડેલ સંયુક્ત પ્રવરતા(સીનીયોરીટી) યાદી મુજબના કર્મચારીઓની સેવાકીય બાબતો, તથા સરકારના સામાન્ય વહીવટ વિભાગના  જાહેરનામાથી પ્રસિધ્ધ થયેલ ભરતી-બઢતી અંગેના નિયમો/જોગવાઇઓ સાથે જરૂરી લાયકાત ધ્યાને લઇ,ર ચાર ખાતાના વડાઓની કચેરીમાં 10 જેટલા જુનિયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગમાંથી સીનીયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગમાં બઢતી આપવા માટે પાત્ર/લાયક ઉમેદવારોનુ સિલેક્શન લિસ્ટ તૈયાર કરીને  વડાની કચેરીઓમાં બઢતી-બદલીથી નિમણુંક સતા બાદ પસંદગી સમિતિની બેઠકમાં ખાતાકીય બઢતીનો નિર્ણયલેવાયો છે

રાજ્યના પુરવઠા વિભાગ હસ્તકની કચેરીના 10 જેટલા જુનિયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગમાંથી સીનીયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગમાં બઢતીથી નિમણુંક  અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(1:26 PM IST)