News of Wednesday, 18th December 2024
વી.વી.પી. ઍન્જી.કોલેજને પાંચ કોર્સ શરૂ કરવા જી.ટી.યુ દ્વારા મંજુરી

રાજકોટઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ વધુ સ્કીલ ડેવલપ કરી શકે તે હેતુસર માઈનોર/ઓનર ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. આ વિશે વી.વી.પી. ઍન્જીનીયરીંગ કોલેજના ટ્રસ્ટીશ્રી નવીનભાઈ શેઠે ઍક યાદીમાં જણાવ્યું છે કે, માઈનોર/ઓનર ડીગ્રી પ્રોગ્રામમાં ઍન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓ ચોથા, પાંચમા, છઠા અને સાતમા સેમેસ્ટરની અંદર સ્પેશિયલાઇઝેશન વિષય ભણશે તથા તેની પરીક્ષા પાસ કરી વધારાની ક્રેડિટ મેળવી શકશે. આથી તેમના ચાર વર્ષના અભ્યાસક્રમ અને મળતી ડીગ્રી સિવાય વધારાની માઈનોર/ઓનર ડીગ્રી સ્પેશિયલાઇઝેશન વિષય પર મળવાપાત્ર થશે. આ માઈનોર/ઓનર ડિગ્રી મેળવવા માટે તેઓઍ જે તે કોલેજમાં કોઈ વધારાની ટયુશન ફી આપવાની રહેતી નથી. આવા વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રી ઍટલે કે પોતાના વિષયની ઍક ડિગ્રી તથા માઈનોર/ઓનરની ડીગ્રી મળવાપાત્ર રહેશે. જે ભવિષ્યમાં મળવાપાત્ર પ્લેસમેન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી રહેશે.
શ્રી શેઠે કહ્નાં છે કે વી.વી.પી. ઍન્જીનીયરીંગ કોલેજ ર્ ર૦ર૪-રપ થી માઈનોર/ઓનર ડીગ્રી પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહેલ છે. આ માટે જી.ટી.યુ. તરફથી તાજેતરમાં વી.વી.પી.ને ઍપ્રુવલ મળી ગયેલ છે.
આ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠ તથા પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાઍ જહેમત ઉઠાવી છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
