<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મેટ્રોના મુસાફરો માટે GMRCનું આજે તારીખ 18/12/2024 ના રોજ મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” લોન્ચ

આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS એમ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે

અમદાવાદ : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જાહેરાત કરે છે કે તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” આજે લોન્ચ કરેલ છે.

“Ahmedabad Metro (Official)” એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે. ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે.

આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ ૨૩/૧૨/૨૦૨૪ થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.

 

(7:14 PM IST)