તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
અમદાવાદ સિવિલના ICUમાં દાખલ દર્દીની સારવાર કરનાર મુકેશ ભુવાજીની સોશીયલ મીડિયામાં ધૂમ
ભૂવો મુકેશ તાંત્રિક વિધિના નામે અનેકો લોકોને સાજા કર્યા હોય તેવો દાવો : ભૂવો ચલાવતો હતો યુ ટ્યુબ ચેનલ :દર રવિવારે દરબાર લગાવીને દુઃખ દૂર કરવાનો દાવો

અમદાવાદ :એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ ઘટના સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ દર્દી પર ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. મુકેશ ભૂવાજી નામના ભૂવાએ ICUમાં વિધી કરી હતી.
ભૂવો મુકેશ તાંત્રિક વિધિના નામે અનેકો લોકોને સાજા કર્યા હોય તેવો દાવો સોશિયલ મીડિયામાં કરી રહ્યો છે. તાંત્રિક વિદ્યા કરનાર ભૂવો હોસ્પિટલોમાં જઈને આ રીતે તાંત્રિક વિદ્યા કરતો હતો અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતો હતો. મુકેશ ભૂવો નિકોલમાં મઠ ધરાવે છે. પોતાના ઘરે દર રવિવારે દરબારનું પણ આયોજન કરતો હતો, જેમાં મુકેશ ભુવાજી દ્વારા માતાજીના નામે બાળકોથી માંડી વડીલો સુધી ભૂત પ્રેત અને તાંત્રિક વિધિ નામે અંધવિશ્વાસ ફેલવાતો હતો. મુકેશ ભૂવો લગભગ 3 વર્ષથી અંધ વિશ્વાસનો કારોબાર કરતો હતો અને લોકોને છેતરવાનો કારસો ચલાવતો હતો અને આઇસીયુ સહિતના વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર કરતો હતો.
મુકેશ ભુવાજી સોશિયલ મીડિયામાં 81 હજારથી વધુ ફોલોવર્સ ધરાવે છે. જેમાં તેણે 468 થી વધુ વીડિયો સોશિયલ મીડિયામાં ભૂત પ્રેત તાંત્રિક વિદ્યા જેવા વિડિયો મૂકેલા છે અને તે અંધ વિશ્વાસના વીડિયો મૂકીને લોકોમાં પબ્લિક સિટી કરતો હતો. સાથે ભૂવો મુકેશે યૂટ્યુબ પર ચેનલ પણ બનાવેલી છે ચેનલમાં પણ આ રીતના વિડિયો મૂકેલા છે. મુકેશ ભુવાજીના પરિવારમાં બે સંતાનો અને પત્ની છે અને તે નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું પણ ખુલ્યું છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
