News of Wednesday, 18th December 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વાઘોડિયામાં 1700 રૂપિયા બોલાયો: જાણો અન્ય 51 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 6,980.88 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 6,980.88 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વાઘોડિયા માર્કેટ યાર્ડમા 1700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1564 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1496 રૂ., બોડેલીમાં 1494 રૂ., બોટાદમાં 1474 રૂ., મોરબીમાં 1471 રૂ., ગોંડલમાં 1454 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,980.88 ટન કપાસની આવક થઇ છે.

(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
