News of Thursday, 19th December 2024
સગર્ભા પત્ની તેની બાળપણની બહેનપણી સાથે ભાગી ગઈ : પતિએ હાઇકોર્ટમાં પાછી મેળવવા કરી અરજી
હાઇકોર્ટે અરજદારની લાપતા પત્નીને શોધીને તારીખ 23 મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ ૨જૂ ક૨વા પોલીસને હુકમ કર્યો : લેસ્બિયન સંબંધોના દબાણમાં સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની બાળપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ

અમદાવાદ : લેસ્બિયન સંબંધોના દબાણમાં, સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની બાળપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતી હેબિયર્સ કોર્પસ અરજી પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકાર, શહે૨ પોલીસ કમિશનર, ચાંદખેડા PI, લાપતા બનેલ પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે અરજદારની લાપતા પત્નીને શોધીને તારીખ 23 મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ ૨જૂ ક૨વા પોલીસને હુકમ કરવામાં આવ્યો છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક પતિએ પોતાની પત્ની અને તેની બહેનપણી પર લેસ્બિયન અથવા હોમોસેકસ્યુઅલના ગંભીર આક્ષેપો લગાવી હાઇકોર્ટ સમક્ષ હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી. અરજદારના લગ્ન તારીખ 9-10-2022 ના રોજ થયા હતા. તેની પત્નીને સાત મહિનાની પ્રેગનેન્સી પણ છે. ફેબ્રુઆરી 2025 માં તેને ડિલિવરી થવાની શકયતા છે. જો કે, તેની પત્નીની નાનપણની એક બહેનપણી કે જેની સાથે તેનો ગાઢ સંબંધ હતો અને આ બહેનપણીને પણ અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન પ્રકારનું આકર્ષણ હતું.
આ દરમિયાન તારીખ 29-10- 2014ના રોજ અચાનક જ તેની પત્ની ઘરમાં કોઈને જાણ કર્યા વિના જતી રહી હતી. અરજદારે તેના સાસરિયામાં, સગા વ્હાલા અને અન્ય પરિચિત, મિત્રવર્તુળમાં તપાસ કરી પરંતુ કયાંય તેની માહિતી મળી નથી. બીજી બાજુ, તેની પત્નીની બહેનપણી કે જેને અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન પ્રકારનું આકર્ષણ હતું તે પણ ઘરેથી ગાયબ હતી. તેથી અરજદારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસમાં જાણવા જોગ પણ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી તેની પત્નીની કોઈ ભાળ મળી નથી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
