News of Thursday, 19th December 2024
બાપુનગરમાં અસમાજિક તત્વોએ તલવાર લઈને આંતક મચાવ્યો:પોલીસ પર હુમલો :ગાડીને નુકશાન પહોચાડ્યું
પોલીસે કંટ્રોલ રૂમમાં ફોન કરીને બીજી ગાડી બોલાવી પડી, બીજી ગાડી આવે તે પહેલા આ અસમાજિક તત્ત્વો ત્યાથી ભાગી ગયા

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં કાલે મોડી રાત્રે અસમાજિક તત્વોએ તલવાર લઈને આંતક મચાવ્યો હતો. તે વાત પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.પણ પોલીસ ઉપર જ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. અને પોલીસી ગાડીને નુકશાન પહોંચાડ્યુ હતુ.અને ત્યારે પોલીસે કંટ્રોલરૂમમાં જાણ થતા પોલીસે બીજી ગાડી બોલાવી હતી. અને બીજી ગાડી આવે ત્યા સુધીમાં અસમાજિક તત્ત્વો ભાગી ગયા હતા. અને પોલીસને ચાર થી પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સામાન્ય માનવી નહી પણ પોલીસ પણ સુરક્ષિત નથી તેવુ આપણે કહી શકાય કાલે રાત્રે બાપુનગર વિસ્તારમાં આવેલા રખિયાલ બાજુ અમુક અસમાજિક તત્ત્વો તલવાર વડે ભેગા થયા હતા. કોક કારણ સર ઝગડો કરતા હતા. જેમાં અલ્તાફ ઉર્ફ જુમ્મન, સરવર ઉર્ફ કડવો, અન્ની રાજપુત, મહેફુજ ફઝલ ફરીદ અહમદ શેખ, સમીર ચીકના તથા બીજા પાચ અજાણ્યા વ્યક્તિ ત્યા ઘટના સ્થળ પર હતા. અને તલવાર વડે આંતક મચાવતા હતા. અને લોકોમાં ભયનો માહલો જોવા મળી રહ્યો હતો. ત્યારે પોલીસને જાણ થતા. પોલીસના બે અધિકારી ગાડી લીને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે આ લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અને પોલીસની ગાડીને નુકશાન પહોંચાડ્યુ હતુ.
જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે આ અસમાજિક તત્ત્વો તલવાર લઈને આંતક મચાવતા હતા. ત્યારે પોલીસે તેને કહ્યુ હતુ કે અહી શુ કરો છો. ત્યારે તેમાંથી એક વ્યક્તિ પોલીસને મારવા તેમની સામે દોડી આવ્યો હતો. અને પોલીસને મારવા માટે તેની સામે દોડી ગયો હતો. પોલીસ પોતાનો જીવ બચાવા માટે કારમાં બેસી ગયા હતા. ત્યારે આ અસમાજિક ત્તત્વો કાર જોડે આવીને કહેવા લાગ્યા તમે અહી કેમ આવ્યા છો. તેમ કહીને કાર અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. તે હુમલામાં કારને નુકશાન થયુ છે. અને ગંદી ગાળો બોલી હતી. તેવામાં પોલીસે કંટ્રોલ રૂમમાં ફોન કરીને બીજી ગાડી બોલાવી પડી હતી. બીજી ગાડી આવે તે પહેલા આ અસમાજિક તત્ત્વો ત્યાથી ભાગી ગયા હતા. પોલીસે અસામાજિક તત્ત્વો સામે ગુનો નોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
