<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

વડોદરા હાઈવે ઉપર અજાણ્યા વાહને ટક્કર માર્ટા ત્રણ જૈન સાધ્વી ધાયલ

ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા: વડોદરાના કરજણ ને.હા.48 ઉપર લોકદરા ગામે પાસે 5 જૈન સાધ્વી વિહાર કરતા હતા. તેમાંથી 3 જૈન સાધ્વીને અકસ્માત નડ્યો

વડોદરા: કણજણ ને.હા48 ઉપર વિહાર કરતા જૈન સાધ્વીને અકસ્માતમાં ધાયલ થયા છે. અજાણ્યા વાહનને ટક્કર મારીને 3 સાંધ્વી અકસ્માત કર્યો હતો. ટોલ એમ્બ્યુલન્સ દ્વારા તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં જૈન સાધુ અને સાધ્વીઓ વિહાર કરતા હોય છે. એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે વાહનનો નહી પણ ચાલતા વિહાર કરતા જ હોય છે. તે કારણે જૈન સાધુ અને સાધ્વીને અકસ્માતના સમાચારો આવતા હોય છે. બસ આવો એક બનાવ વડોદરાના કરજણ ને.હા.48 ઉપર લોકદરા ગામે પાસે 5 જૈન સાધ્વી વિહાર કરતા હતા. તેમાંથી 3 જૈન સાધ્વીને અકસ્માત થયો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને અકસ્માત કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હતા. અને ટુલ એમ્બ્યુલસ દ્વારા તેમને નજીકના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શિયાળાની સવારમાં જૈન સાધુ અને સાધ્વીઓ આ સમય વિહાર કરવાનો હોય છે. જે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા જવા માટે કોઈ પણ પ્રકારનો વાહનનો ઉપયોગ કરતા નથી તે ફક્ત ચાલીને વિહાર કરતા હોય છે. તેવામાં શિયાળાની સવાર અને ધુમ્મસ ભર્યુ વાતાવરણમાં તે વિહાર કરતા હોય છે. તેની સુરક્ષાને લઈને વિવિધ પ્રકારના સરકાર દ્વારા પગલા પણ લેવામાં આવી રહ્યા હોય છે. તો પણ અમુક અમુક સમયે જૈન સાધુ અને સાધ્વીઓને અકસ્માત નડતો હોય છે. અને તેમને ગંભીર રૂપે ઘાયલ તથા મૃત્યુ પામતા હોય છે.


 

(12:55 PM IST)