<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

આણંદમાં બાઈક ધોવાના મુદ્દે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો : 4 લોકો ઘાયલ

તારાપુર શહેરમાં પંડ્યા ફળિયામાં કાલે મોડી રાત્રે બાઈક ધોવાના મુદ્દા પર રબારી અને ક્ષત્રિય આમનેસામને

આણંદ:આણંદમાં કાલે મોડ રાત્રે બાઈક ધોવાનું પાણી રોડ તરફ જતુ હોવાથી સામાન્ય બાબત ઉપર એક જ ફળિયામાં રહેતા બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. અને બે સમાજના લોકો સામ સામે આવી ગયા હતા. અને એક બીજા ઉપર હુમલો કર્યો હતો. જેથી તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને આ હુમલામાં 4 લોકો ઘાયલ પણ થયા હતા. કોમના પથ્થર મારો થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.

આણંદમાં આવેલા તારાપુર શહેરમાં પંડ્યા ફળિયામાં કાલે મોડી રાત્રે બાઈક ધોવાના મુદ્દા પર રબારી અને ક્ષત્રિય સામે સામે આવી ગયા હતા. બાઈક ધોતા પાણી રોડ પર આવતા બે કોમ રબારી અને ક્ષત્રિય સમાજ વચ્ચે બોલાચાલી થતા બંન્ને જૂથ સામે સામે આવીને પથ્થર મારો કર્યો હતો. તેવામાં પથ્થરમારામાં 4 વ્યક્તિઓ ધાયલ થયા હતા. અને એક બીજા ઉપર હુમલો કર્યો હતો.
જ્યારે રબારી અને ક્ષત્રિય સામાન્ય બાબત ઉપર પથ્થર મારો થયો ત્યારે તે વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને બે કોમના વ્યક્તિઓને પથ્થરામાં 3 વ્યક્તિ ધાયલ થયા  તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને આ વાતની જાણ પોલીસને થતા તે ઘટના સ્થળ પર આવીને મામલો શાંત પાડ્યો હતો. પણ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા જાણવા મળે છે. કે આ જૂથવાદમાં પહેલાની જૂની આદાવત ધ્યાનમાં રાખીને બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. હાલમાં આ વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

(1:11 PM IST)