News of Thursday, 19th December 2024
સુરતના BRTS બસના ડ્રાઈવરની જોહુકમી:એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો,વારંવાર કહેવા છતાં દરવાજો ખોલ્યો નહીં
બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો:આશરે 15 મિનિટ સુધી મુસાફર ફસાયેલા પગે ઉભો રહ્યો હતો.

સુરત: શહેરમાં દોડતી બીઆરટીએસ બસને લઈને અવારનવાર અહેવાલો આવતા હોય છે. ત્યારે સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. જેમાં BRTS બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. તેમ છતાં તે વ્યક્તિએ વારંવાર કહેવા છતા ડ્રાઈવરે બસનો દરવાજો ખોલ્યો નહોતો. આશરે 15 મિનિટ સુધી મુસાફરનો પગ ફસાયેલા રહ્યો હતો. બસના ડ્રાઈવરની આ બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. હાલ આ મુદ્દે વિવાદ જોવા મળ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં BRTS બસમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. બીઆરટીએસ બસ નંબર GJ-05 CU 8120માં આ ઘટના બની હતી. ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે બસ ડ્રાઈવરે તો હદ કરી નાખી હતી. અહીં એક વ્યક્તિ બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.
બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લેતા બસનો દરવાજો ખોલ્યો જ ન હતો. અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં BRTS બસ હંકારતો ગયો હતો. બસ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
