<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

વડોદરાના હરણી પોલીસ મથકના પીઆઈ આર.ડી. ચૌહાણની લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી.

હિટ એન્ડ રનના કેસમાં વિવાદ સર્જાતાં એસીપીને તપાસ:25 દિવસ બાદ બિલ્ડર પુત્રની ધરપકડ કરી ત્રણ કલાકમાં છોડી દીધો

વડોદરાઃ સમા-સાવલી રોડ વિસ્તારમાં એક મહિના પહેલાં બનેલી હિટ એન્ડ રનના કેસમાં વિવાદ સર્જાતાં એસીપીને તપાસ સોંપવામાં આવી છે.

કારેલીબાગની પુરૃષોત્તમ સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષીય કાન્તિલાલ ઠક્કર ગઇ તા.૧૬મીએ પરોઢિયે દુકાનનો કચરો નાંખવા માટે નજીકમાં આવેલી સમા-સાવલી રોડ પરની  પાયલ પાર્ક સોસાયટીના નાકે ગયા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટમાં લેતાં મોત નીપજ્યું હતું.

આ કેસમાં હરણી પોલીસે ખૂબ જ ધીમી ગતિએ તપાસ કરી હતી અને બનાવ ગંભીર હોવા છતાં પ્રોબેશનર પીએસઆઇને તપાસ સોંપી હતી.વળી પોલીસે આ કેસમાં ૨૫ દિવસ  પછી કાર ચાલક બિલ્ડર પુત્ર પિનાક મુકેશભાઇ સોરઠિયા(આસુતોષ સોસાયટી, કારેલીબાગ)ની ધરપકડ કરી ત્રણેક કલાકમાં જ છોડી દીધો હતો.વળી આ કેસમાં તેની બીએમડબલ્યુ કાર પણ કબજે લેવામાં આવી નહતી.

ઉપરોક્ત બનાવને પગલે પોલીસ કમિશનરે પીએસઆઇ પાસેથી તપાસ પરત લઇ એસીપી જી બી બાંભણીયાને સોંપી છે.તો બીજીતરફ પોલીસ કમિશનરે હરણીન પીઆઇ  આરડી ચૌહાણની  બદલી લીવરીઝર્વમાં કરી છે.જ્યારે,તેમની જગ્યાએ વાડી પોલીસના પીઆઇ એસ વી વસાવાને મુકવામાં આવ્યા છે

(2:08 PM IST)