News of Thursday, 19th December 2024
આજ સાંજથી રાજકોટમાં સિનિયર આઇપીએસ અધિકારીઓના ધામાં.. પોલીસ મીની કુંભ જેવો માહોલ..
કાલે રાજકોટમાં ગુજરાતના ટોચના અધિકારીઓની મહત્વની કોન્ફરન્સ, સીપી બ્રજેશ ઝા, ડીસીપી પાર્થરાજ સિહ ગોહિલ વિગેરે દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવા ભારે ધમધમાટ

રાજકોટ, તા.૧૯: ગુજરાતના વિવિધ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડાઓની કાલે મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વાર બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જે સંદર્ભે તેયારીઓને આખરી ઓપ પોલીસ કમિશનર બ્રજેશ ઝા , ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ સહિતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે. મહત્વની કોન્ફરન્સ અંતર્ગત રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારીઓ આજ સાંજ સુધીમાં રાજકોટ પોહચી જનાર હોવાનું સૂત્રો જણાવે છે જે માટે તેયારીઓને આખરી ઓપ આપવામાં નાના મોટા તમામ અઘિકારીઓ સ્ટાફ સજ્જ બન્યો છે.
અત્રે એ યાદ રહે કે ૧૪ નવેમ્બરના રોજ યોજાયેલ મહત્વની કોન્ફરન્સ યોજાઘેલ અને તે માટે શહેર પોલીસ આ બેઠક કાઇમ બ્રાન્યના કૌન્ફરન્સ હોલમાં યોજવા સાધૈ તમામ બાબતે ખૂબ સુંદર આયોજન કરેલ. દરમિયાન ચોક્કસ કારણોસર આ બેઠક ગાંધીનગર શિફ્ટ કરવામાં આવેલ. અત્રે એ યાદ રહે કે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં મુખ્ય મંત્રી બનેલ તે સમયે પ્રજાસત્તાક પર્વ, સ્વતંત્ર પર્વ, રાજ્ય સ્થાપના દિવસ જેવા પ્રસંગો વર્ષોની જૂની ઘરેડ તોડી ફકત ગાંધીનગરમાં જ યોજવાને બદલે રાજ્યના વિવિધ શહેરો, જિલ્લા મથક અને તાલુકા મથકે યોજવાની પરંપરા શરૂ કરી હતી. માત્ર એક શહેર પૂરતા નહિ, રાજ્યભરના લોકો આ પર્વ સાથે તાદાત્મ્ય સાધે તેવો ઉમદા હેતુ સાથે આયોજન કરેલ. રાજ્થના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ આ ઉમદા પરંપરા અનુસરી રાજ્યભરના લોકો પોલીસની કામગીરીથી વાકેફ થાય, આવી બેઠકોને કારણે અરસપરસ વિગતવાર પરિચય, ગુન્હાની પેટર્ન, અધિકારી વર્ગ એક બીજાથી નજીક આવે, અને જરૂરિયાત સમયે વિશેષ મદદરૂપ બને, તેવા હેતુ સાથે આ પ્રોજેકટ અમલમાં મુકેલ. ફરી મૂળ વાત પર આવીએ તો રાજકોટ માટે ૧૪ નવેમ્બરે મુલતવી રહેલ બેઠક ૧૩ ડિસેમ્બરે નક્કી કરી હતી. દરમિયાન મુખ્ય મંત્રીનાં મહત્વના પ્રોજેકટ અંગેનો કાર્યકમ આવતા આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા મુખ્ય પોલીસ વડાને આ બાબતે જાણ કરી હતી. આ બાબત ખૂબ મહત્વની હોવાથી આ બેઠક મુલતવી રાખવામાં આવેલ.
જુન માસમાં નિવૃત્ત થનારા રાજ્યના મુખ્ય પોલીસ વડા નિવૃત્તિનાં મૂડમાં રહેવાના બદલે મહત્વના પ્રોજેક્ટ અંગે છેવટ સુધી સક્રિય રહેવાના મતના હોય રાજકોટ જેવા સૌરાષ્ટનાં પાટનગરમાં બેઠક યોજવી જરૂરી હોય ૨૦ તારીખ નક્કી કરેલ છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા જેવા અનુભવી આઇપીએસનાં નેતૃત્વ હેઠળ એડી.સીપી અને તમામ ડીસીપી તથા સ્ટાફ તડામાર તૈયારીઓ શરૂ કરી છે, રાજકોટ શહેર પોલીસ તંત્ર તથા રાજકોટ રેન્જનું પોલીસ તંત્રના નિયમ મુજબ નોટ રીડિંગ પણ ગોઠવવામાં આવેલ હોય રેન્જ વડા અશોક યાદવના નેતળત્વમાં ધમધમાટ શરૂ થયો છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
