હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં પોલીસે મોરબીના યોગેશ દસાડીયા ને 3.59 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડ્યો : સાયલી નામની સ્ત્રી સાથે ટેલિફોનિક સંપર્ક થયા પછી યોગેશ દસાડીયાને બેંગકોક પટાયાથી પાર્સલ લાવવા 70 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી
વટવા પોલીસે યોગેશ દશાડીયા પાસેથી પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી : ઝડયાપેલો યુવક અગાઉ આ રીતે હાઈબ્રીડ ગાંજો લાવી ચુક્યો છે કે કેમ ? સાયલી નામની સ્ત્રી કોણ છે ? અને કઈ રીતે આ નેટવર્ક ચલાવે છે તે અંગે તપાસ

અમદાવાદ તા.૧૯ : 70 હજાર રૂપિયામાં બેંગકોક પટાયા ફરો અને પરત આવતા હાઈબ્રીડ ગાંજો સ્મલગીંગ કરો, અમદાવાદ પોલીસે નેટવર્કને આ રીતે ખુલ્લું પાડ્યું છે.
યોગેશ દશાડીયાની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે 9 મહિનાં પહેલા સાયલી નામની સ્ત્રી સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો અને જેણે યોગેશ દસાડીયાને બેંગકોક પટાયાથી પાર્સલ લાવવાનું જણાવ્યું હતુ અને આ કામ માટે તેને 70 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી. ભારતમાં વિદેશી ડ્રગ્સનું ચલણ સતત વધી રહ્યું હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ ડીઆરઆઈ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી બે શખ્સોને 15 કરોડની કિંમતનાં હાઈબ્રીડ ગાંજા સાથે પકડી પાડ્યા હતા. જે બન્ને શખ્સો થાઈલેન્ડથી હાઈબ્રીડ ગાંજો લઈને અમદાવાદમાં આવ્યા હતા. તેવામાં હવે અમદાવાદ શહેરની વટવા પોલીસે આ જ રીતે વિદેશી હાઈબ્રીડ ગાંજો લઈને અમદાવાદમાંથી પસાર થતા એક શખ્સને પકડી પાડ્યો છે.
3 કરોડ 59 લાખનો હાઈબ્રીડ ગાંજો મળ્યો
અમદાવાદની વટવા પોલીસની ટીમ મોડી રાત્રે એસપી રીંગ રોડ પર રોપડા પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી, ત્યારે એક ગાડી આવતા તેમાં તપાસ કરતા મોરબીનો યોગેશ દશાડીયા નામનો મુસાફર હતો, જેની પાસેની બેગ તપાસ કરતા તેમાંથી હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. 3 કરોડ 59 લાખ 91 હજારની કિંમતનો 11 કિલો 997 ગ્રામ હાઈબ્રીડ ગાંજો કબ્જે કરવામાં આવ્યો હતો.
સાયલીએ 70 હજારની આપી લાલચ
યોગેશ દશાડીયાની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે 9 મહિનાં પહેલા સાયલી નામની સ્ત્રી સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો અને જેણે યોગેશ દસાડીયાને બેંગકોક પટાયાથી પાર્સલ લાવવાનું જણાવ્યું હતુ અને આ કામ માટે તેને 70 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી.
અન્ય એક મુસાફર પર હતો સાથે
સાયલી નામની સ્ત્રીએ યોગેશ દશાડીયાની સાથે કોલાપુરનાં પ્રિતમ નામનાં વ્યક્તિની પણ 14 ડિસેમ્બરની ટીકીટ બુક કરાવી હતી. જ્યાં પહોંચતા જ પટાયાની બેલાએક્સપ્રેસ હોટલમાં મોકલ્યા હતા, જ્યાં રીશેપ્સન પરથી બે બેગ લેવા જણાવ્યું હતુ અને યોગેશ અને પ્રિતમ બન્ને જણાએ 16મી ડિસેમ્બરે બે બેગો લઈને ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જે બાદ તે નાસીક થઈ કોલ્હાપુર જતા હતા તે દરમિયાન નીધી નામની યુવતીએ તેને ફોન કરી પુના ઉતરીને ગુજરાતમાં જવાનું જણાવ્યું હતું અને માલ ક્યાં પહોંચાડવાનો છે તેની જાણ પછીથી કરશે તેવું કહ્યું હતું. જે પછી યોગેશ દશાડીયા ટ્રાવેલ્સની બસમાં મોરબી જવા રવાના થયો હતો અને અંતે વટવાથી ઝડપાઈ ગયો હતો.
નેટવર્કને લઈને તપાસ શરૂ
આ મામલે વટવા પોલીસે યોગેશ દશાડીયા પાસેથી પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઝડયાપેલો યુવક અગાઉ આ રીતે હાઈબ્રીડ ગાંજો લાવી ચુક્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ સાયલા નામની સ્ત્રી કોણ છે અને કઈ રીતે આ નેટવર્ક ચલાવે છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
