<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ગત જુલાઈ-ઓગસ્‍ટ-સપ્‍ટેમ્‍બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્‍ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઇઃ રાઘવજીભાઈ પટેલ

ગુજરાત સરકારે રાજ્‍યના ખેડૂતોને આપેલું વચન પાળ્‍યું.. : ંને કળષિ રાહત પેકેજને મળી ગુજરાતના ૭.૧૫ લાખથી વધુ અસરગ્રસ્‍ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ પાક નુકશાન માટે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૩૮.૯૮ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૬૨૦૪ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

રાજકોટ, તા.૧૯: રાજ્‍યના અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્‍ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો સમળદ્ધ અને આત્‍મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્‍યે સરકારની દ્રઢ પ્રતિબધ્‍ધતા દર્શાવી છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વ હેઠળની રાજ્‍ય સરકારે મક્કમતા પૂર્વક જાળવી રાખ્‍યો છે, તેમ કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું. કળષિ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્‍યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્‍યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્‍યના ખેડૂતોમાં કેળવાયો છે. ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્‍યના અનેક ખેડૂતોના પાકને વ્‍યાપક નુકશાન થયું હતું. આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્‍ય સરકારે તાત્‍કાલિક સર્વે કરીને અસરગ્રસ્‍ત ખેડૂતો માટે કળષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

(4:13 PM IST)