તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં 850 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 21 યાર્ડના ભાવ
ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 9,773.95 ટન ડુંગળીની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 9,773.95 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં માર્કેટ યાર્ડમા 850 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 420 રૂ. અને નીચો ભાવ 85 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પાદરામાં 800 રૂ., સુરતમાં 800 રૂ., મહુવામાં 707 રૂ., કપડવંજમાં 700 રૂ., અમદાવાદમાં 600 રૂ., ભરૂચમાં 500 રૂ., ગોંડલમાં 461 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,773.95 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
