તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
રાજપીપળા વિભાગ પેન્શનર મંડળનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ કલેકટર નર્મદાના અધ્યક્ષ સ્થાને યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા વિભાગ પેન્શનર મંડળ રાજપીપળાનો "વાર્ષિક સ્નેહ મિલન " તથા "પેન્શનર્સ ડે" સંયુક્ત સમારોહ કલેકટર નર્મદા એસ.કે. મોદીના અધ્યક્ષ સ્થાને દશા ખડાયતા જ્ઞાતિની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બિરસામુન્ડા યુનિવર્સિટી VC ડો.મધુકર પાડવી, તિજોરી અધિકારી સિધ્ધિબેન ગર્ગ, મામલતદાર અંકલેશ્વર કરણસિંહ રાજપૂત પૂર્વ તિજોરી અધિકારી સી.જે.રાણા, નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કલેકટર નર્મદા અને ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. પેન્શનર્સ મંડળ દ્વારા પ્રમુખ એન.બી.મહીડા એ કલેકટર નર્મદાનો પરિચય આપી, સાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ અન્ય ઉપસ્થિત મહાનુભાવોનુ પણ સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પંચામૃત કાર્યક્રમ અંતર્ગત 85 વર્ષ પુર્ણ કરનાર વડીલોનુ " વડીલ વંદના" અંતર્ગત; 75 વર્ષ પુર્ણ કરનાર વડીલોનુ " અમૃતોત્સવ પર્વ" પ્રસન્ન દામ્પત્ય જીવનના 50 વર્ષ પુર્ણ કરનાર દંપતિનુ " સ્વર્ણીમ દામ્પત્ય" અંતર્ગત સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ પેન્શનર્સ પરિવારના સભ્યોના પૌત્રો, પૌત્રીઓ, દોહિત્રો, દોહિત્રીઓ કે જેઓએ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકના વિવિધ પ્રવાહોમા , કોલેજ - યુનિવર્સિટી કક્ષાએ ઉચ્ચ ડિગ્રી મેળવી હોય તેવા તેજસ્વી તારલા ઓને પુષ્પ ગુચ્છ અને રોકડ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ પેન્શનર્સ મંડળ નાં પ્રમુખ એન.બી.મહીડા, કરણસિંહ ગોહિલ, હસમુખ પ્રજાપતિ, ઉપ પ્રમુખ જયપ્રકાશ શાહ, માધવસિંહ પરમાર, મંત્રી હરિવદન ગજજર, ખજાનચી સી.એમ.પટેલ સહિત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ નું સુંદર આયોજન કરી ને સફળબનાવ્યો હતો
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
