News of Thursday, 19th December 2024
રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર વડીયા જકાતનાકા સુધી અંધારપટથી અકસ્માતનો ભય
રાત્રિ દરમિયાન આ માર્ગ ઉપરથી અસંખ્ય નાના મોટા વાહનો આવતા જતા હોવાથી ત્યાં લાઈટો ની અત્યંત જરૂરિયાત

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લાખો પ્રવાસીઓ આવે છે પરંતુ રાજપીપળાથી જતા પ્રવાસીઓ કે અન્ય વાહન ચાલકો માટે કાળિયાભૂત મંદિર થી વડિયા જકાતનાકા સુધીના માર્ગ ઉપર લાઈટો નહી હોવાના કારણે અંધારપટ છવાતાં અકસ્માત નો ભય લોકોને સતાવી રહ્યો છે
આમ તો સ્ટેચ્યુ તરફ જતા માર્ગ પર અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેના કારણે પ્રવાસીઓ ને આવવા જવા માં કોઈ તકલીફ ના પડે પરંતુ રાજપીપળા થી એ તરફ જતા માર્ગ ઉપર વડીયા જકાતનાકા સુધી અંધારપટ હોવાના કારણે નાના મોટા વાહન લઈને જતા લોકો ને અકસ્માત થાય તેવો ડર લાગે છે અને અનેકવાર આ માર્ગ પર અકસ્માત થયા પણ છે છતાં તંત્ર આ તરફ અજવાળું પથરાઈ એ માટે કોઈ પગલા લેતું નથી એમ લાગે છે તો આ માર્ગ ઉપર લાઈટો મૂકવી જરૂરી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
