News of Saturday, 21st December 2024
ચાર્જેબલ FSI પર ૧૮% GSTની દરખાસ્ત મકાનોની કિંમતમાં ૧૦%નો વધારો થશે
ક્રેડાઇએ ક્ન્દ્ર સરકાર સમક્ષ ૧૮% ટકા GSTની દરખાસ્ત તાત્કાલિક ધોરણે ફગાવી દેવા માગ કરી

અમદાવાદ, તા.૨૧: બાંધકામ ક્ષેત્રે અમલમાં આવતા પ્રોજેક્ટો માટે સ્થાનિક સત્તામંડળોમાં ચાર્જેબલ FSIની જોગવાઇ કરાઇ છે અને ડેવલોપર્સ તે માટે નાણાંની ચૂકવણી કરી પર્ચેઝ FSIનો ઉપયોગ કરતા હોય છે. હવે આવી એફએસઆઇ પર કેન્દ્ર સરકારે ૧૮% GST વસૂલ કરવા દરખાસ્ત કરી છે. આ પ્રકારની જોગવાઈથી મિલકતોની કિંમતમાં નવી જંત્રીના અમલથી જે વધારો થવાનો છે તે ઉપરાંત ૧૦% વધુ મોંઘી થશે. દેશમાં આવાસ ખરીદનારાઓ પર આ અતિરિક્ત ભારણ પડવાથી લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કેન્દ્ર સરકારે અખત્યાર કરેલી આવાસ નીતિને મરણતોલ ફટકો પડશે. આથી ચાર્જેબલ જ્લ્ત્ પર ૧૮% GST વસૂલવાની દરખાસ્ત પર ફેર વિચારણા કરવા ક્રેડાઈએ ભારપૂર્વક અનુરોધ કર્યો છે.
ક્રેડાઇના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપક પટેલે જણાવ્યુ હતું કે, બાંધકામ વ્યવસાય ૧૮% GST લાગુ કરવાની દરખાસ્તથી આ પ્રકારની ચુકવણીઓના કારણે ડેવલોપર્સને અણધારેલી જવાબદારીઓ તથા અતિરિક્ત ભારણ ઊભી કરનાર પુરવાર થશે. તેથી ચાલુ અને પૂર્ણ થયેલા પ્રોજેક્ટોના ખર્ચમાં આયોજન કરતા વધુ નાણાંકીય જવાબદારી ઊભી થવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાશે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વિકાસની ગતિ થંભી જવાની શક્યતાઓ ઊભી થશે.
ક્રેડાઈએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે કાચા માલના વધતા ખર્ચથી ઉદ્યોગો પહેલેથી વધુ પડતા બોજા હેઠળ છે અને આવા વધારાના ચાર્જ સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ્સને આર્થિક રીતે બિનઉપયોગી બનાવશે અને સંભવિત ભાવમાં ૭ થી ૧૦% સુધી વધારો થશે. તેની મધ્યમ વર્ગની ખરીદ શક્તિ પર સીધી અસર પડશે. વિકાસકર્તાઓને GST પર ITC મેળવા માંથી પણ બાકાત રાખવામાં આવ્યા છે તેથી આ પ્રકારના પ્રસ્તાવથી વધુ ખર્ચ અને ડબલ ટેક્સેશન થશે જે કોઈ રીતે યોગ્ય જણાતું નથી.
આ ઉપરાંત જાહેરનામાં નંબર ૧૪/૨૦૧૭ અને ૧૨/૨૦૧૭ના સંદર્ભમાં જણાવવાનું કે આ બાબતમાં કાનૂની સ્થિતિ પ્રમાણમાં સીધી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેન્દ્ર અથવા રાજય સરકારો, સ્થાનિક સત્તાવાળાઓ અથવા સરકારી સત્તાવાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, બંધારણના અનુચ્છેદ ૨૪૩ષ્ હેઠળ નગરપાલિકાને સોંપવામાં આવેલા કાર્યને કાં તો GSTમાંથી મુક્તિ આપવામાં આવશે અથવા તેની વ્યવસ્થા કરવામાં આવશે તેથી તેના પર GST ચાર્જ થશે નહીં. કલમ ૨૪૩W બંધારણના ૧૨મા અનુસૂચિ હેઠળ સૂચિબદ્ધ મ્યુનિસિપાલિટીની સત્તાઓ આપે છે જેમાં ૧. નગર આયોજન સહિતની વિવિધ સંબંધિત એન્ટ્રીઓ સામેલ છે. ૨. જમીનના ઉપયોગ અને ઇમારતોના બાંધકામનું નિયમન, ૩. ઝૂંપડપટ્ટી સુધારણા અને અપગ્રેડેશન. FSIની જોગવાઈ અને વિવિધ શુલ્ક અને ફીની વસૂલાત બંધારણના ૧૨મા અનુસૂચિમાં નિર્ધારિત કાર્યોની અંદર આવે છે, તેથી તેને GSTની વસૂલાતમાંથી બાકાત રાખવામાં આવે છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
