<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કાર-બાઈક ચાલક વચ્ચે જોરદાર અકસ્માત : બે યુવકો 15 ફૂટ સુધી ધસડાયા : જુઓ વિડિઓ

કારચાલક ફરાર થઈ ગયો : બાઈકના બે ટુકડા થઈ ગયા : આરોપી કાર ચાલક ની શોધ ખોળ

 કેતન ખત્રી દ્વારા)અમદાવાદ તા.૨૧ : સિંધુ ભવન ખાતે કાલે મોડી રાતે અકસ્માત નોંધાયો છે કે ઓડી કાર મેગો રેસ્ટોરન્ટ ની સામે કાર ચાલકે  બેફામ કાર ચલાવીને ટુ-વ્હીલર ને હડફેટે લીધા છે આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલક અને બાઈક સાથે અથડાતા 15 ફૂટ સુધી બે યુવકો ધસડાયા હતા અને બંનેને ગંભીર ઈજા થઈ હતી બંને વિવેકાનંદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

        સિંધુભવન ખાતે ખાતે રાતે 10:00 વાગ્યાની આસપાસ એક જોરદાર અકસ્માત થયો તો ઓડી કાર અને ટુ વ્હીલર નો અકસ્માત થયો હતો ટુ વ્હીલર સવાર બે યુવાનો ૧૫ ફૂટ દૂર જઈને પછડાયા હતા તેમના માથે ગંભીર ઈજા થઈ હતી અકસ્માત થતાં આસપાસના લોકો ટોડા વળી ગયા હતા અને બંને યુવકને સારવાર ખાતે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જે ઓડી કાર સાથે અકસ્માત થયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના બે ટુકડા થઈ ગયા હતા.

      અકસ્માત થતાં આસપાસના લોકો કાર્ડ ચાલકને પકડવા માટે દોડી ગયા હતા પરંતુ કાર ચાલક તેમજ તેમને ચકમો આપીને ભાગી ગયો હતો પણ કારને ખાસું બધું મોટું નુકસાન થયું છે અકસ્માત થતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકને શોધખોળ ચાલુ કરી દીધી હતી.

(10:48 AM IST)