<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજપીપળા ખાતે વરઘોડામાં થયેલા પથ્થરમારામાં LED પેનલો તોડી ૯૨ હજારનું નુકશાન થતા ફરિયાદ

ગત સપ્ટેમ્બર મહિનામાં ગણપતિ વિસર્જનના વરઘોડામાં બે પક્ષો વચ્ચે ઝગડો થતા પત્થરમારો થયો હતો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા રંગ અવધૂત મંદિર નજીક વરઘોડા માં થયેલા પથ્થરમારા દરમિયાન એલ. ઇ.ડી પેનલોને નુકશાન થતા પોલીસ ફરિયાદ થતાં ગુનો દાખલ થયો છે

    મળતી માહિતી અનુસાર ધર્મેશકુમાર અમરસિંગ વસાવા (રહે.ઢોલાર પટેલ ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા ) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ઝન્કાર બેન્ડ પાર્ટીના ટેમ્પા પર LED લગાડેલ જે ગણપતિ વિસર્જનના વરઘોડામાં સુપર ઝન્કાર બેન્ડ તથા સાંઇ સ્ટાર બેન્ડ પાર્ટીના માણસો સાથે બેન્ડ વગાડવા બાબતે ઝગડો થતા તેઓ ભદામ ગામે બેન્ડ પાર્ટીના ગોડાઉન પર LED છોડવા માટે જતા હતા તે વખતે (૧) સમીરભાઇ હસમુખભાઇ જાતે વસાવા તથા (૨) જગદિશભાઇ મનુભાઇ વસાવા (બન્ને રહે.નાના હેડવા તા.નાંદોદ જી. નર્મદા ) તથા (૩) અજયભાઇ રમણભાઇ વસાવા (રહે.ઢોલાર તા.નાંદોદ જી.નર્મદા )એ રંગ અવધુતના ગરનાળા પાસે આવી સુપર ઝન્કાર બેન્ડ પાર્ટીના ટેમ્પા પર લગાવેલ LED ઉપર પથ્થર મારી આઠ LED પેનલો તોડી કિ.રૂ.૯૨,૦૦૦/-નું નુકશાન કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:14 PM IST)