<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

મંગળ-બુધ તાપમાન ઘટશે તો ગુરૂ થી શનિ ઠંડી ગાયબ થશેઃ અશોકભાઈ પટેલ

તારીખ ૨૬ અને ૨૭ ડિસેમ્‍બરના ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં કમોસમી છાંટાછૂટીની શકયતા : તારીખ ૨૨,૨૩ ના તાપમાન એક બે ડિગ્રી વધશે, તો તારીખ ૨૪ ,૨૫ ના ફરી ઘટશે : હાલમાં નોર્મલ ન્‍યૂનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડિગ્રી ગણાય : તારીખ ૨૨ ,૨૩ અને ૨૭, ૨૮ ના પવનની ગતિ થોડી વધશે : તારીખ ૨૬, ૨૭ ના છૂટા છવાયા વાદળો જોવા મળશે

રાજકોટ,તા. ર૧ :  આગામી મંગળ બુધ તાપમાનમાં ઘટાડો આવશે તો ગુરુથી શનિવાર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે જ્‍યારે હાલ ના અનુમાન મુજબ તારીખ ૨૬ અને ૨૭ ડિસેમ્‍બરના ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં કમો સમી  છાંટાછૂટીની શકયતા હોવાનું વેધર એનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ છે કે મધ્‍ય પヘમિ બંગાળની ખાડીમાં એક ડીશ ડિપ્રેશન સિસ્‍ટમ છે જે આજે સવારે વિશાખપટનામથી ૧૩.૫ ડિગ્રી નોર્થ ૮૪ ઇસ્‍ટ અને ૪૪૦ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વ વિસ્‍તારમાં છે. આ સિસ્‍ટમ ધીમે ધીમે ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધે છે આવતીકાલ સુધીમાં આ સિસ્‍ટમ નબળી પડશે એક નવું વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ તારીખ ૨૬ ૨૭ ડિસેમ્‍બર આસપાસ સક્રિય થશે.

 હાલમાં ઠંડી મામલે લઘુતમ તાપમાન નોર્મલ થી બે ડિગ્રી વધુ તો અમુક જગ્‍યાએ બે ડિગ્રી ઓછું જોવા મળ્‍યું છે જેમ કે અમદાવાદ ૧૪.૪ નોર્મલથી એક ડિગ્રી ઊંચું રાજકોટ ૯.૪ નોર્મલ થી ચાર ડિગ્રી નીચું અમરેલી ૧૧ નોર્મલ થી બે ડિગ્રી નીચું ડીસા ૧૩.૭ નોર્મલ થી બે ડિગ્રી ઊંચું ભુજ ૧૧.૩ નોર્મલથી એક ડિગ્રી નીચું જોવા મળેલ છે.

વેધર એનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ ૨૧ થી ૨૮ ડિસેમ્‍બર સુધીની આગાહી કરતા જણાવેલ છે કે પવન મુખ્‍યત્‍વે ઉત્તર અને ઉત્તર પૂર્વના ફુકાશે તારીખ ૨૨ ૨૩ અને ૨૭ ૨૮ ડિસેમ્‍બરના પવન નોર્મલ થી વધુ એટલે કે પાંચથી દસ કિલોમીટરના ઝડપે વધુ ફૂકાશે મુખ્‍યત્‍વે વાતાવરણ ચોખ્‍ખું રહેશે તારીખ ૨૬ ૨૭ ડિસેમ્‍બરના છુટા છવાયા વાદળો જોવા મળશે  હાલમાં નોર્મલ ન્‍યૂનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડિગ્રી ગણાય વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે તારીખ ૨૨ ૨૩ ના તાપમાન ૧ ૨ ડિગ્રી વધશે ચાર તારીખ ૨૪ ૨૫ ના ફરી ઘટશે તારીખ ૨૬ થી ૨૮ તાપમાન ૨ થી ૪ ડિગ્રી વધશે ત્‍યારે તારીખ ૨૬ ૨૭ ડિસેમ્‍બરના વેસ્‍ટન ડીસ સમાજની અસરથી દક્ષિણ અને પૂર્વ રાજસ્‍થાન અને લાગુ નોર્થ વેસ્‍ટ મધ્‍યપ્રદેશમાં છૂટાછવાયા વરસાદની શકયતા છે તેના અનુસંધાને તારીખ ૨૬ ૨૭ ડિસેમ્‍બરના સાઉથ રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશને લાગુ ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં કમોસમી છાંટા છૂટીની શકયતા છે આ અંગે સોમવારે ફરી અપડેટ આપવામાં આવશે.

(3:54 PM IST)