<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે શુક્ર-શનિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં કમોસમી વરસાદ પડી શકે :બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી: મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે,આ દરમિયાન કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત  દક્ષિણ ગુજરાતના મહીસાગર,પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર માંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે. 

(6:41 PM IST)