News of Saturday, 21st December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1416 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 43 યાર્ડના ભાવ
ગુજરાતની 43 માર્કેટ યાર્ડમાં કુલ 4,846.42 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 43 માર્કેટ યાર્ડમાં કુલ 4,846.42 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં માર્કેટ યાર્ડમા 1416 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1180 રૂ. અને નીચો ભાવ 890 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1408 રૂ., વ્યારામાં 1400 રૂ., ઇડરમાં 1372 રૂ., પાંથવાડામાં 1370 રૂ., ગોંડલમાં 1361 રૂ., પાલનપુરમાં 1312 રૂ., તળાજામાં 1295 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,846.42 ટન મગફળીની આવક થઇ છે.


(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
