<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજ્યમાં ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ઉંચકાશે: ઠંડીમાં મળશે રાહત : છ દિવસ બાદ માવઠાની આગાહી

શુક્ર- શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કચ્છમાં માવઠાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં ઠંડા પવનોના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. સાથેજ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં 2થી 3 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા હોવાનું જણાવ્યું છે. 

 આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ મહિસાગર, છોટા ઉદેપુર અને નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે 28 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કચ્છમાં માવઠાની શક્યતા છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 30.8 ડિગ્રી, વડોદરામાં 30.6, સુરતમાં 30.6, ગાંધીનગરમાં 29.8, મહુવામાં 29.4, ડીસામાં 29.3, અમરેલીમાં 29.1, અમદાવાદમાં 28.9, વલ્લભ વિદ્યાનગરમાં 28.9, વેરાવળમાં 28, ભાવનગરમાં 27.4, કેશોદમાં 27.1, પોરબંદરમાં 27, સુરેન્દ્રનગરમાં 27, કંડલા પોર્ટમાં 26.7, ભુજમાં 26.3, દ્વારકામાં 25.8, નલિયામાં 25.4, ઓખામાં 24.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5.8 ડિગ્રી, રાજકોટમાં 9.4, કેશોદમાં 9.8, પોરબંદરમાં 10.5, અમરેલીમાં 11, ભુજમાં 11.3, સુરેન્દ્રનગરમાં 12.8, ડીસામાં 13.7, કંડલા પોર્ટમાં 14, ભાવનગરમાં 14, મહુવામાં 14.1, અમદાવાદમાં 14.4, ગાંધીનગરમાં 14.4, વેરાવળમાં 14.7, વડોદરામાં 15, દ્વારકામાં 15, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, સુરતમાં 16.4, ઓખામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


 

(8:29 PM IST)