News of Saturday, 21st December 2024
ડીજેમાં વપરાતી LED લાઈટો જોખમી હોવાનું તારણ, તેના ઉપયોગ પર પ્રતિબંધ લાવવા માંગ
હેવી LED લાઈટોથી મોબાઈલના કેમેરા, સીસીટીવી કેમેરા પણ ખરાબ થઈ જતા હોવાનું રાજપીપળામાં સામે આવ્યું, તો આંખોને કેટલું નુકસાન થતું હશે.

(ભરત શાહ દ્વારા )નર્મદા :લગ્ન પ્રસંગ અને શુભ પ્રસંગોમાં વરઘોડા અને ગરબામાં ડીજે નો ઉપયોગ કરવામાં આવે છે. અને ઊંચા ભાવ લેવા ડી જે માલિકો મોંઘી LED લેસર લાઈટો લગાવે છે. જેનાથી વરઘોડો સુંદર દેખાય ખરેખર સામાન્ય ડાન્સ ગરબા માટે ડી જે નું ગીતો વગાડવા માટે મહત્વ હોય છે. પણ તેમાં LED લાઈટો લગાવવાથી ડી જે પાછળ નાચગાન કરતા લોકો ની આંખોમાં લાઇટ પડતા આંખોને નુકસાન થઈ શકે છે.જે તાત્કાલિક તો ખબર નથી પડતી પરંતુ જો મોબાઈલમાં ફોટા પાડવા ગયા અને ડીજે ની LED લાઇટ પડી તો આ લાઇટ ના કિરનક એટલા હેવી હોય છે. કે તમારા મોબાઈલ ના લેન્સ કે સ્ક્રીનને તાત્કાલિક ખરાબ કરી દે છે. એટલું જ નહીં રસ્તા પરથી વરઘોડો જતો હોય અને દુકાનો બહાર લગાવેલા કે જાહેર થાંભલા પર લગાવેલા કેમેરાને પણ આ લાઈટો નુકસાન કરે છે. જેથી આવી લાઈટો પર તંત્ર એ પ્રતિબંધ ફરમાવવો જોઈએ એવી લોક માંગ ઉઠી છે.
આ બાબતે જાગૃત નાગરિક અને વેપારી નીરજ પટેલે કે જેમનો મુખ્ય ધંધો મોબાઈલ અને ઇલેક્ટ્રિક સાધનોનો છે. તેમનું કહેવું છે કે ડીજે પર લગાવાતી LED લાઇટ ખુબજ નુકસાન કારક છે. ડી જે ની લાઇટથી મારો એક મોબાઈલ બગડી ગયો, અને મારી દુકાનનો સીસીટીવી કેમેરો પણ ઉડી ગયો. આવા અનેક કિસ્સા છે. મારી દુકાને LED લાઈટો ના સમ્પર્ક આવનાર મોબાઈલ ની સ્ક્રીન ઊડી જાય કે કેમેરો બંધ થઈ જાય મધરબોર્ડ ઉડી જાય આવા અનેક ફોન રિપેર માટે આવે છે. જેથી જો આવું નુકસાન થતું હોય તો સમજો કે આંખો ને કેટલું નુકસાન થતું હશે..? આતો જેની આંખમાં પ્રોબ્લેમ થાય તેનેજ ખબર પડે, સાદી રંગ બે રંગી લાઈટોથી પણ ડીજે સુંદર લાગે જેનો ખર્ચ પણ ઓછો હોય પછી મોંઘી LED લાઈટો ડી જે સંચાલકો એ દૂર કરવી જોઈએ એવું મારું માનવું છે
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
