News of Saturday, 21st December 2024
રાજપીપળાની કોમર્સ કોલેજમાં વિશ્વ ધ્યાન દિવસ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :યુનાઇટેડ નેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનો દ્વારા 21 મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યો છે. આ વર્ષે 21 ડિસેમ્બર 2024 ના રોજ પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તેના ભાગે ભારતના વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે . જે અંતર્ગત રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ ખાતે આજે સવારે 10:00 વાગે વિશ્વ ધ્યાન દિવસ યોજાયો હતો. જેમાં કોલેજના ઈ. ચા.આચાર્ય ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના વ્યાયામ શિક્ષક ડો લકીરાજસિંહ ગોહિલના સંચાલનમાં યુવા કલ્યાણ મંત્રાલયના નર્મદા જિલ્લાના યોગ કોઓર્ડીનેટર વસંતભાઈ વસાવા ઉપસ્થિતિમાં યોગ દિવસનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના પ્રાધ્યાપક હિના માલી. પ્રાધ્યાપક ક્રિષ્ના પટેલ. પ્રાધ્યાપક હાફિસ કુરેશી અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે વ્યાયામ શિક્ષક ડોક્ટર એલ બી ગોહિલે ધ્યાન ના પ્રકાર. ધ્યાન નું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના મુખ્ય યોગ માર્ગદર્શક વસંતભાઈ વસાવા એ નર્મદા જિલ્લામાં યોગ અને ટ્રેનરના પ્રશિક્ષણ દ્વારા રોજગારી કેવી રીતે મેળવી શકાય તે વિશે વિદ્યાર્થીઓમાં રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજના ઇ.ચા.આચાર્ય ડો. ગાંધીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ભૌતિક સુખ ઘણું બધું છે પરંતુ જગતમાં માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. અને તેના માટે ધ્યાન જ એક માત્ર ઉપાય છે. કોલેજમાં ચાલતા શોર્ટ ટર્મ કોર્સમાં ધ્યાન નો શોર્ટમ કોર્સ પણ ઉમેરવાનું કોલેજના આચાર્યશ્રી ડોક્ટર ગાંધીએ સ્વીકાર્યું હતું. આ ઉપરાંત ડોક્ટર ગાંધીએ કોલેજમાં થતી નિયમિત પ્રાર્થનામાં હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ ધ્યાનનુ આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા આવે અને અભ્યાસમાં ઉપયોગીતા રહે. આમ આજે રાજપીપળા ની કોમર્સ કોલેજમાં ધ્યાન દિવસ એક ફરતે બની રહ્યો હતો.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
