<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

SGVP દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોની ઝળહળતી સફળતા

આધુનિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિદ્યાનો વિશાળ જ્ઞાનકોષ સંસ્કૃત ભાષામાં સચવાયેલો છે, તેને ઉજાગર કરી જગત સમક્ષ મૂકવો એ દરેક ભારતીયની નૈતિક જવાબદારી છે: સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ તા. ૨૨ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદના વિશાળ કેમ્પસમાં ભારતની અગ્રગણ્ય દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય છેલ્લા છવીસ વર્ષથી કાર્યરત છે. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કાર્યરત આ સંસ્કૃત પાઠશાળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ વગેરે રાજ્યોના બસો ઉપરાંત ઋષિકુમારો વેદ તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ દરમિયાન રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ ઋષિકુમારો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને સફળતા મેળવી સંસ્થાનું નામ રોશન કરે છે.
તાજેતરમાં દ્વારિકા ખાતે ગુજરાત રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારોની વિવિધ શાસ્ત્રોને આધારે શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાંથી સાતસો જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દર્શનમ્‌ના ઋષિકુમારો પણ જોડાયા હતા. જેમાં દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ દસ સુવર્ણચંદ્રક, ત્રણ રજતચંદ્રક તથા નવ કાંસ્યચંદ્રક મેળવી ઝળહળતી સફળતા ફેળવી હતી. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ આ તમામ ઋષિકુમારોને અભિનંદનની સાથે શુભાશિર્વાદ પાઠવ્યા હતા.  આધુનિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિદ્યાનો વિશાળ જ્ઞાનકોષ સંસ્કૃત ભાષામાં સચવાયેલો છે, તેને ઉજાગર કરી જગત સમક્ષ મૂકવો એ દરેક ભારતીયની નૈતિક જવાબદારી છે.
ગોલ્ડ મેડલ મેળવનાર ઋષિકુમારો ઃ- ૧. સેવક પીયૂષ - સાહિત્ય ભાષણ, ૨. ભટ્ટ કેવલ - ન્યાય ભાષણ, ૩. જોશી યશકુમાર - ન્યાય શલાકા, ૪. દવે જય - મીમાંસા ભાષણ, ૫. સાધુ બ્રહ્મવિહારીદાસ - વેદાંત ભાષણ, ૬. ભટ્ટ દિવ્યેશ - જૈન-બૌદ્ધ દર્શન ભાષણ, ૭. જોષી કુલદીપ - વેદાંત શલાકા, ૮. ત્રિવેદી નિત્ય – ભારતીય વિજ્ઞાન ભાષણ, ૯. પંડ્યા શિવમ - મીમાંસા શલાકા, ૧૦. જાની દેવાંગ - ઉપનિષદ કંઠપથ.
સિલ્વર મેડલ મેળવનાર ઋષિકુમારો ઃ- ૧. બરૈયા સત્યમ - અર્થશાસ્ત્ર શલાકા, ૨. જાની પાર્થ - ધાતુરુપ કંઠપાઠ, ૩. ત્રિવેદી દીક્ષિત - આયુર્વેદ ભાષણ.
બ્રોન્ઝ મેડલ મેળવનાર ઋષિકુમારો ઃ- ૧. પનોત પાર્થકુમાર-સાહિત્ય શલાકા, ૨. ભટ્ટ ફેનિલ – વ્યાકરણ શલાકા, ૩. સુરતી પ્રશાંત - વેદભાષ્ય ભાષણ, ૪. સાધુ સત્સંગભૂષણદાસ-સાંખ્ય ભાષણ, ૫. ત્રિવેદી ધૈર્ય - પુરાણ-ઈતિહાસ શલાકા, ૬. બોરીસાગર પાર્થ - શાસ્ત્રાર્થ વિચાર, ૭. જોશી કેશવ - કાવ્ય કંઠપથ, ૮. જાળેલા હિરેન - કાવ્ય શલાકા, ૯. મહેતા કશ્યપ - ભારતીય ગણિત શલાકા.

(12:47 PM IST)