News of Sunday, 22nd December 2024
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે લોહીયાળ બન્યોઃ ટ્રક-ટેન્કર વચ્ચે ગોઝારો અક્સ્માતઃ ડ્રાઈવરનું ઘટના સ્થળે ન કમકમાટી ભર્યુ મોત
એસિડ ભરેલ ટેન્કર અને ઓઈલની ડોલ ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે અકસ્માત સર્જાયોઃ અકસ્માત થવાથી એક કલાક સુધી એક્સપ્રેસ વે રહ્યો બંધ

અમદાવાદઃ એસિડ ભરેલ ટેન્કર અને ઓઈલની ડોલ ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે સર્જાયો અકસ્માત. અકસ્માત થતાની સાથે જ ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ થયું મોત.
દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પણ અનેકવાર અકસ્માતોના બનાવો બનતા રહે છે. ત્યારે શનિવારની મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલની ડોલ ભરેલ ટ્રક અથડાતા અક્સ્માત સર્જાયો. અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટ્રકના ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
અકસ્માતની જાણ થતા જ નડિયાદની ટીમ રેસ્ક્યુ ટેન્ડર વેન અને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરને કટરની મદદથી ટ્રકના કેબીનનું પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઓઈલની ડોલ ભરેલ ટ્રકે એસિડ ભરેલી ટેન્કરને ટક્કર મારતાની સાથે જ એસિડ ભરેલ ટેન્કર લીક થવા લાગી હતી. ત્યાર બાદ ટેન્કર લીક થતાની સાથે જ ટીમ દ્વારા તાત્કાલિક એસિડ ને ડાયલ્યુટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક્સપ્રેસ વે લગભગ એક કલાક સુધી નડીયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેઈન લેન બાજુથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
