<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

સુરત ક્રાઈમ બ્રાંચ અને થાણે ક્રાઈમ બ્રાંચની ટીમ થાણેના જવેલર્સમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂટ કરનાર રાજસ્થાનના પાંચ રીઢા આરોપીઓને સુરતમાંથી ધબોચ્‍યા

મે.વામન શંકર મરાઠે નામના જવેલર્સમાં જવેલર્સનું શટર તોડી 5,79,05,816 રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરી હતી જે બાબતે થાણેના નૈપાડા પોલીસ સ્ટેશનમાં ગત 17 ડીસેમ્બર 2024 ના રોજ ગુનો દાખલ થયો હતો.

સુરતઃ  મહારાષ્ટ્રના થાણેના જવેલર્સમાં પાંચ કરોડથી વધુના રૂપિયાના સોના-ચાંદીની ઘરફોડ ચોરી થઇ હતી તેના આરોપીઓ સુરતથી પકડયા છે. સુરત ક્રાઈમ બ્રાંચ અને થાણે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના પાંચ રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.  
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર થાણે રેલ્વે સ્ટેશન પાસે આંબેડકર ચોકમાં આવેલ મે.વામન શંકર મરાઠે નામના જવેલર્સમાં અજાણ્યા ચોર ઈસમોએ જવેલર્સનું શટર તોડી 5,79,05,816 રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરી હતી જે બાબતે થાણેના નૈપાડા પોલીસ સ્ટેશનમાં ગત 17 ડીસેમ્બર 2024 ના રોજ ગુનો દાખલ થયો હતો.
ચર્ચાસ્પદ આ બનાવ બાબતે થાણે ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને થાણે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સુરત શહેરમાં સગરામપુરાના નાડીયાવાર વિસ્તારમાંથી તથા વરાછા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન પાર પાડી રાજસ્થાનના કુલ પાંચ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા હતા

(3:20 PM IST)