<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

બોયફ્રેન્ડ સાથે તકરાર થતાં કાનૂની સલાહ લેવા વકીલ પાસે ગયેલી યુવતી સાથે વકીલના સાગરીતે દુષ્કમૅ આચાર્યુ : વકીલે આ કેસ મફત લડી આપવા માટે પણ ઓફર કરી

તારે મારું એક કામ કરવાનું હું તને નંબર આપું એ નંબર પર ફોન કરવાનો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જેમ વાત કરવાની અને તે બાદ યુવકને મળવા બોલાવી તેના ફોટા અને વિડીયો ઉતારી અમને આપવાના તેવી પણ ઓફર કરી

બનાસકાંઠા તા.૨૨

બનાસકાંઠામાં યુવતીને બોયફ્રેન્ડ સાથે તકરાર થતાં કાનૂની ન્યાય મેળવવા વકીલ પાસે પહોંચી. વકીલે કાનૂની સલાહટો મેળવી. પરંતુ સલાહ બાદ વકીલે જ યુવતીને તેની પાસેથી ફી ન લેવાનું કહી તેને ગોધી રાખી અને હનીટ્રેપ માટે એક વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું. જો કે પીડીત યુવતીએ વાત ન કરતા અન્ય એક શખ્સ આવ્યો અને આ શખ્સએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. 

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા ન્યાય મેળવવા કાનૂની સલાહ લેવા માટે આ યુવતી પાલનપુરના એક વકીલ પાસે પહોંચી અને કાયદાકીય સલાહ મેળવી. અને આ દરમિયાન તે દુષ્કર્મનો ભોગ બની. 

બનાસકાંઠામાં યુવતીને બોયફ્રેન્ડ સાથે તકરાર થતાં કાનૂની ન્યાય મેળવવા વકીલ પાસે પહોંચી. વકીલે કાનૂની સલાહટો મેળવી. પરંતુ સલાહ બાદ વકીલે જ યુવતીને તેની પાસેથી ફી ન લેવાનું કહી તેને ગોધી રાખી અને હનીટ્રેપ માટે એક વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું. જો કે પીડીત યુવતીએ વાત ન કરતા અન્ય એક શખ્સ આવ્યો અને આ શખ્સએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. જોકે પીડીત યુવતી આ વકીલ અને તેના સાગરીતોની ચુંગાલમાંથી મુક્ત થઈ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અફઝલ ઘાસુરા (ઉર્ફે લાલો માલણ )  વકીલ ઈદ્રીશ પઠાણ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મફત કેસ લડવાની આપી ઓફર 

યુવતીના આક્ષેપો અનુસાર યુવતીએ વકીલને નારી કેન્દ્રમાં જવાનું કહ્યું પરંતુ વકીલ યુવતીને તેમના ઓફિસની મહિલા કર્મચારી સાથે દાંતા લઇ ગયો. અને દાંતા એક મકાનમાં લઇ જઈ ત્યાં વકીલની મહિલા કર્મચારી ફોન પર વાત કરતા કરતા બહાર નીકળી ગઇ અને તે જ સમયે જાવેદ મકરાણી નામનો શખ્સ યુવતી પાસે આવ્યો અને યુવતીને અડપલા કરવા લાગ્યો. જોકે યુવતીએ અવાજ કરતા વકીલના મહિલા કર્મચારી ઘરમાં પહોંચ્યા અને યુવતીને કહ્યું કે તું શરીફ નથી. તેમ કહી યુવતીને દબાવવા કોશિશ કરી.જો કે યુવતીએ દાંતામાં રાત તો ગુજારી પરંતુ બીજે દિવસે જાવેદ મકરાણી ઇકો કાર લઇને પહોંચ્યો અને યુવતીને દાંતાથી પાલનપુર વકીલ ઈદ્રીસ પઠાણની ઓફિસ લઇને પહોંચ્યો. જોકે યુવતી ઓફિસ પહોંચતા જ વકીલે યુવતી પાસે ફી ની માંગણી કરી પરંતુ યુવતી પાસે ફી ન હોવાથી વકીલે યુવતીને એક ઓફર આપી કે તારે મારું એક કામ કરવાનું હું તને નંબર આપું એ નંબર પર ફોન કરવાનો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જેમ વાત કરવાની અને તે બાદ યુવકને મળવા બોલાવી તેના ફોટા અને વિડીયો ઉતારી અમને આપવાના.  હું તારો કેસ મફત લડી આપીશ. 

વકીલના સાગરીતે ગુજાર્યું દુષ્કર્મ 

જોકે યુવતીને વકીલની આ વાતમાં શંકા જતા યુવતીએ આ કૃત્ય કરવાની ના કહી દીધી અને આ યુવતી વકીલ પાસે પોતાના ડોક્યુમેન્ટ સહિતના પેપરો પરત માંગ્યા.  તો વકીલે યુવતીને પેપર લેવા પોતાના ઓફિસની અન્ય એક મહિલા કર્મચારીના ઘરે મોકલી દીધી. જોકે યુવતી પોતાના ડોક્યુમેન્ટ અને અરજીઓ લેવા મહિલા કર્મચારીના ઘરે તો પહોંચી પરંતુ આ મહિલા કર્મચારીએ યુવતીને પોતાના ઘરમાં જ ગોંધી દીધી. અને ત્યાં વકીલનો સાગરીત યુવતીને વિડીયો કોલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરવા દબાણ કર્યું પરંતુ યુવતીને હની ટ્રેપની આશંકા ગઈ તો યુવતીએ વાત ન કરી પરંતુ બીજે દિવસે રાત્રિના સમયે અફઝલખાન ઘાસુરા ( ઉર્ફે લાલો માલણ) આ મહિલા કર્મચારીના ઘરે પહોંચ્યો અને ત્યાં ગોંધી રાખેલી પીડિત યુવતીને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું.

વકીલના ચુંગાળ માંથી મુક્ત થઈ યુવતીએ નોંધાવી ફરિયાદ 

જોકે ન્યાયની આશા સાથે પહોંચેલી યુવતીને તેના બોયફ્રેન્ડની તકરાર માંથી ન્યાય મળવો તો દૂર પરંતુ દુષ્કર્મનો ભોગ બનાવી દેતા યુવતી વકીલ સહિત તેના સાગરીતોની ચુંગલમાંથી મુક્ત થઈ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી ગઈ અને યુવતીએ તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અફઝલ ખાન ઘાસુરા (ઉર્ફે લાલો માલણ), વકીલ ઈદ્રીશ પઠાણ અને તેનું ઓફિસના મહિલાકર્મી સંગીતા સોલંકી,જાવેદ મકરાણી સહીત ઘરમાં ગોંધી રાખનાર મહિલાકર્મી અમિતા ગૌસ્વામી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ પાંચેય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી દુષ્કર્મ ગુજારનાર અફઝલ ખાન ઘાસુરા ( ઉર્ફે લાલો માલણ)ની અટકાયત કરી છે અને ફરાર વકીલ ઈદ્રીસ પઠાણ સહિત તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

(4:17 PM IST)