News of Sunday, 22nd December 2024
સુરતના પલસાણા પોલીસે ટ્રાવેલ્સ બસમાં કાશ્મીરી સફરજનની આડમાં લઇ જવાતો 2 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
બસ ચાલક, કલીનર સહીત 3 લોકોની ધરપકડ : વિદેશી દારૂ, બસ સહિત કુલ 17.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં પલસાણા પોલીસે ટ્રાવેલ્સ બસમાં કાશ્મીરી એપલના બોક્સની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બસ ચાલક, કલીનર સહીત 3 લોકોની ધરપકડ કરી છે. વિદેશી દારૂ, બસ સહિત કુલ 17.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મળતી માહિતી મુજબ સુરતમાં પલસાણા પોલીસની ટીમે પલસાણા ગામની સીમમાં આવેલા નેશનલ હાઇવે 48 પરથી ટ્રાવેલ્સ બસમાં કાશ્મીરી સફરજનના બોક્સની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 2,68,454 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, 15 લાખની કિંમતની ટ્રાવેલ્સ બસ, 3 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 2600 મળી કુલ 17,91,554 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે બસ ચાલક વાગારામ બસ્તીરામ પ્રજાપતિ કલીનર પ્રકાશ કૃપારામ દેવાસી તેમજ દારૂનો જથ્થો લાવનાર સંજય અશોકભાઈ ખારવાની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
