News of Sunday, 22nd December 2024
તાપી જિલ્લા SOGએ ડોલવણના ઘાણી ગામેથી બોગસ ડોક્ટરને પકડ્યો
ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો

તાપી જિલ્લા SOGએ ડોલવણના ઘાણી ગામેથી બોગસ ડોક્ટરને પકડ્યો છે. બાતમીના આધારે સોમનાથ પટેલ નામના ડોક્ટરને પકડી પાડવામા આવ્યો છે. ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો
જિલ્લા એસઓજીએ એલોપેથિક દવાઓ તથા મેડિકલ ના લગતા સામાનનો જથ્થો મળી કુલ 2792 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તાપી જિલ્લા એસઓજીએ BNS કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક કલમ 30 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
