તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 22nd December 2024
ફુંકાતા પવનોથી રાજ્યમાં ઠંડીનો વધતો પ્રકોપ :ધુમ્મસથી વાતાવરણ ઘેરાયું :વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી

અમદાવાદ :રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વાહડયો છે,રાજ્યોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ત્યારે આગામી 28મી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન આજે (22મી ડિસેમ્બર) રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ એટલે કે 26મી ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. જ્યારે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.
27મી ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
