News of Sunday, 22nd December 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ટિપ્પણી મુદ્દે રાજપીપળામાં કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રાજીનામાંની માંગ
અમિતભાઇ શાહએ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં ટિપ્પણી કરી હતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જેમણે આપણા દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં જે ટિપ્પણી કરી હતી તે અનુસંધાને નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં રાજપીપળા સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ની ફૂલહાર, નમન કરી કાર્યક્રમ આગળ વધ્યો હતો
જેમાં અમિતભાઈ શાહની વિરુદ્ધમાં સૂત્રોચાર કરી નારેબાજી કરી રાજીનામાની માંગ કરી હતી. આ કાર્યક્રમ માં ઉપસ્થિત આગેવાનો કાર્યકર્તાઓમા નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ નગર પાલિકા માજી સદસ્ય, ડો. કમલ ચૌહાણ નગરપાલિકા માજી પ્રમુખ મહેશભાઈ વસાવા, મહિલા કોંગ્રેસ સમિતિ ના સુમિત્રાબેન રાઉલ, નાંદોદ સેવાદળ ઉપપ્રમુખ પ્રતીક વસાવા સંજય વસાવા, જિલ્લા મહમંત્રી હમેશભાઈ વસાવા, જિલ્લા મંત્રી મુકેશભાઈ વસાવા એસ ટી સેલ મનોજભાઈ વસાવા તથા કાર્મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
